જાણો વેલેન્ટાઇન ડેના દિવસની શરૂઆત કેવી રીતે થઇ - Sandesh
  • Home
  • Lifestyle
  • જાણો વેલેન્ટાઇન ડેના દિવસની શરૂઆત કેવી રીતે થઇ

જાણો વેલેન્ટાઇન ડેના દિવસની શરૂઆત કેવી રીતે થઇ

 | 11:57 am IST

ત્રીજી શતાબ્દીમાં 14 ફેબ્રુઆરીના દિવસે જ રોમમાં ક્લાઉડિયસ બીજાનાં શાસન દરમિયાન સેન્ટ વેલેન્ટાઇનને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દુનિયામાં વેલેન્ટાઇન દિવસ મનાવવાની શરૃઆત થઈ. રોમન સમ્રાટ કલાઉડિયસ એક ક્રૂર તાનાશાહ હતો.

તેનાં શાસન દરમિયાન કેટલાંય અપ્રિય અને ખૂની અભિયાન ચલાવવામાં આવ્યાં. સમ્રાટને શક્તિશાળી સેના બનાવીને તેને ટકાવી રાખવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ક્લાઉડિયસને લાગતુ હતું કે રોમનાં લોકોને તેમની પત્ની અને કુટંબ સાથે મજબૂત લગાવ હોવાને કારણે તેઓ સેનામાં ભરતી નથી થઈ રહ્યાં.

આ સમસ્યાનો હલ કાઢવા માટે ક્લાઉડિયસે રોમમાં લગ્ન પર રોક લગાવી દીધી, પરંતુ પાદરી વેલેન્ટાઇને સમ્રાટના આદેશને લોકો સાથેની નાઇન્સાફીના જેવો ગણ્યો. સમ્રાટના આદેશને પડકાર આપતાં વેલેન્ટાઇન ચોરીછૂપીથી યુવાન પ્રેમીઓની જોડીઓનાં લગ્ન કરાવતા હતા. વેલેન્ટાઇનનાં કામ વિશે ક્લાઉડિયસને જ્યારે જાણ થઈ ત્યારે તેણે પાદરીની હત્યાનો આદેશ જારી કર્યો.

વેલેન્ટાઇનને ગિરફતાર કરીને તેને અદાલતની સામે પેશ કરવામાં આવ્યા. અદાલતે વેલેન્ટાઇનને મોતની સજા ફરમાવી. ૧૪ ફેબ્રુઆરી  ૨૭૦માં વેલેન્ટાઇનને મોતની સજા કરવામાં આવી. એવું કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને જેલમાં જ બેઠાં બેઠાં જેલરની છોકરીને પત્ર લખ્યો હતો અને અંતમાં લખ્યું હતું કે ‘તમારો વેલેન્ટાઇન.’

વેલેન્ટાઇનનો પ્રેમસંદેશ આજે પણ દુનિયામાં જીવતો છે. પાછળથી તેમને પ્રેમના પ્રસાર માટે સેન્ટની ઉપાધિ આપવામાં આવી હતી, ત્યારથી લઈને દર વર્ષે દુનિયાભરમાં ૧૪ ફેબ્રુઆરીને વેલેન્ટાઇનના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ફૂલ, ચોકલેટ અને ભેટો આપીને પોતાના પ્રેમનો એકરાર કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન