'આ' લોકો માટે ગંભીર સાબિત થાય છે સ્વાઇન ફ્લૂ, જાણી લો જલદી તમે પણ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ‘આ’ લોકો માટે ગંભીર સાબિત થાય છે સ્વાઇન ફ્લૂ, જાણી લો જલદી તમે પણ

‘આ’ લોકો માટે ગંભીર સાબિત થાય છે સ્વાઇન ફ્લૂ, જાણી લો જલદી તમે પણ

 | 3:59 pm IST

સ્વાઇન ફ્લુ જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેને વધુ અસર કર છે. ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો. એની સાથે-સાથે જે પહેલેથી બીમાર છે, જેને શ્વાસને લગતા કોઈ રોગો છે જેમ કે અસ્થમા કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઓર્ડર, જેને કેન્સર કે એઇડ્સ જેવા રોગો છે તેમને આ રોગ વધુ અસર કરે છે.

આમ, જ્યારે આ વાઇરલ ઇન્ફેક્શન વધી જાય છે ત્યારે એ મોટા ભાગે વ્યક્તિના શ્વસનતંત્રને જ અસર કરે છે, જેને કારણે બ્રોન્કાઇટિસ કે ન્યુમોનિયા થઈ શકે છે જે વ્યક્તિને મૃત્યુ સુધી દોરી જાય છે. સ્વાઇન ફ્લુમાં વ્યક્તિને સામાન્ય ફ્લુ જેવાં જ લક્ષણો જોવા મળે છે. નાક ગળવું, શરદી થઈ જવી, ખૂબ તાવ આવવો, ગળું છોલાઈ ગયું હોય તેમ લાગવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે ચિહ્નો જે સામાન્ય ફ્લુમાં જોવા મળે છે એવાં જ ચિહ્નો સ્વાઇન ફ્લુનાં હોય છે; પરંતુ મહત્વની વાત એ છે કે જો વ્યક્તિને સામાન્ય ફ્લુ થયો હોય તો 4-5 દિવસમાં તેનાં આ લક્ષણો જતાં રહે છે.

જ્યારે સ્વાઇન ફ્લુમાં જે કેસ ગંભીર છે એમાં બે-ચાર દિવસની અંદર તેની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે. સામાન્ય રીતે દર્દી ડોક્ટર પાસે આ લક્ષણો લઈને આવે ત્યારે ડોક્ટર તેને નોર્મલ ફ્લુની દવા આપે છે અને જો 2-4 દિવસમાં તેની તબિયત વધુ બગડે તો તેની ટેસ્ટ કરાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે વ્યક્તિને સ્વાઇન ફ્લુ છે કે નહીં. ત્યારબાદ તેનો અલગ ઇલાજ શરૂ થાય છે.