Dettol Shop became number one amit Corona Epidemic
  • Home
  • Business
  • કોરોના કાળમાં આ સાબુની બલ્લે-બલ્લે, વેચાણમાં અઢળક વધારો, પહેલીવાર બન્યો નંબર વન

કોરોના કાળમાં આ સાબુની બલ્લે-બલ્લે, વેચાણમાં અઢળક વધારો, પહેલીવાર બન્યો નંબર વન

 | 2:03 pm IST

કોરોના સંકટના કારણે ઇન્ડિયન સોપ માર્કેટમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે. કોરોના વાયરસના કારણે લોકોને સાબુથી સતત હાથ ધોવા અપીલ કરવામાં આવી રહી છે. જેથી કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકાય. આવી સ્થિતિમાં, ભારતના લોકો જંતુનાશકો મારવા માટે સૌથી વધુ Dettol સાબુનો ઉપયોગ કરી રહ્યા છે.

કોરોના કાળમાં સતત હાથ ધોવાના ટ્રેન્ડના કારણે Dettol હવે ભારતમાં સૌથી વધુ વેચાણવાળો સાબુ બની ગયો છે. Dettol સાબુ વેચાણની દ્રષ્ટિએ પ્રથમ વખત નંબર વન બન્યો છે. ડેટોલે પહેલી વખત હિન્દુસ્તાન યુનિલિવરના બે પ્રખ્યાત બ્રાન્ડ્સ લાઇફબોય અને લક્સને પછાડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ગ્લોબલ સેલમાં Dettolના વેચાણમાં 62 ટકાનો વધારો થયો છે. ડેટોલના ઇન્ડિયન માર્કેટ શેરમાં 430 બેસિસ પોઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો છે. 2019માં ઇન્ડિયન સોપ માર્કેટમાં Lifebuoyનો હિસ્સો 13.1 ટકા હતો, જ્યારે Dettolનો માર્કેટ શેર 10.4 ટકા જ હતો. બીજા નંબરે Godrej બ્રાન્ડ હતી જેનો માર્કેટ શેર 12.3 ટકા હતો.

માહિતી મુજબ Dettol સાબુ યૂકે હેલ્થકેર એન્ડ કંઝ્યુમર ગુડ્સ મેકર Reckitt Benckiserની બ્રાન્ડ છે. છેલ્લા બે વર્ષ(2017-2019)ની વાત કરીએ તો ડેટોલનો શેર 9.7 ટકાથી વધીને 10.4 ટકા પહોંચ્યો છે. રિપોર્ટ મુજબ 2020ના પહેલા ત્રિમાસિકગાળામાં ડેટોલના વેચાણમાં લગભગ 500 કરોડ રૂપિયાની તેજી આવી છે.

આ વીડિયો પણ જુઓ: મહામારી વચ્ચે રાજકોટમાં બોગસ તબીબોનો રાફોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન