Dev Anands film 'Guide' is PM Modis all time Favorite
  • Home
  • Featured
  • તો આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી ફેવરિટ ફિલ્મ, ડાયલોગ્સ અને ગીત

તો આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી ફેવરિટ ફિલ્મ, ડાયલોગ્સ અને ગીત

 | 7:52 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદ-નાપસંદ વિષે જાણવા લોકોમાં ભારે જિજ્ઞાસા હોય છે. વ્યસ્ત જીવનશૈલીમાં  પણ તેઓ ક્યારેય યોગ કરવાનું ભુલતા નથી તે પછી ભલે ને અમેરિકા હોય કે જાપાન. આ બાબત અવારનવાર ચર્ચાનો વિષય પણ બને છે. વડાપ્રધાનની છબી દિવસ-રાત કામ કરવાની છે, જેના કારણે સામાન્ય રીતે માનવામાં આવે છે કે તેઓ કેવુ અને કયા સમયે મનોરંજન કરતા હશે. તો જાણો પીએમ મોદીને શું શું ગમે છે.  

પીએમ મોદીની ફેવરિટ ફિલ્મ કઈ :

ઘણીવાર રાજનેતાઓ ની ફિલ્મો પર પ્રતિક્રિયા અને ફિલ્મો જોવાના અહેવાલ સામે આવે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આવા અહેવાલ ભાગ્ય જ આવે છે. તો સવાલ એ છે કે તેમની ફેવરિટ ફિલ્મ કઈ છે? આ રહસ્ય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને સિક્કિમના બાળકો સાથે કરેલી વાતચીતમાં ખુલ્યું હતું. બાળકોના સવાલ પર વડાપ્રધાને કહ્યું હતું કે, સામાન્યા રીતે તો તેમને ફિલ્મો જોવાનો સમય નથી મળતો પણ દેવ આનંદની ફિલ્મ ‘ગાઈડ’ તેમની ઓલ ટાઈમ ફેવરિટ છે.

ફેવરિટ ગીત કયું :

એક  ખાસ વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે તેમનું સૌથી મનપસંદ ગીત  વિશે પુછવામાં આવ્યું તો તેમણે તુરંત જ જવાબ આપી દીધો હતો. પીએમ મોદીનું સૌથી ફેવરિટ ગીત 1961મં આવેલી ફિલ્મ ‘જય ચિતૌડ’નું ‘ઓ પવન વેગ સે ઉડ્ને વાલે ઘોડે’ છે. ભરત વ્યાસ દ્વારા લખવામં આવેલુ ગીત લતા મંગેસકરે ગાયું છે. સાથે જ તે જ વર્ષે આવેલા ‘ભાભી કી ચૂડીયા’ ફિલ્મનું ‘જ્યોતિ કલશ છલકે’ પણ વડાપ્રધાનનું સૌથી પસંદગીયુક્ત ગીત છે.

ફેવરિટ ડાયલોગ :

જાહેરમાં સ્ટેજ પરથી ચૂંટણીનું ભાષણ આપી રહ્યાં હોય કે પછી કોઈ સામાન્ય સંજોગોમાં. વડાપ્રધાન મોદી દ્વારા બોલવામાં આવેલા અમુક વાક્યો ખરેખર છવાઈ જાય છે. કેટલાક ડાયલોગ્સ તો એવા છે જે વડાપ્રધાનના ફેવરિટ માનવામાં આવે છે. તેનો તેઓ પોતાના ભાષણમાં અવાર-નવાર ઉપયોગ પણ કરે છે. તેમાં સૌથી પહો છે ‘મિત્રો’. જેનો તેઓ પોતાના ભાષણની શરૂઆતથી લઈને અનેકવાર કરે છે. તેવી જ રીતે તેએ પોતાના ચૂંટણી ભાષણ દરમિયાન ‘મેં દેશ નહીં મિટને દૂંગા’નો ડાયલોગ બોલ્યા હતાં. જે ખુબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમનો ચૂંટણીનો નારો હતો ‘અચ્છે દિન આને વાલે હૈ’. જેની પણ દુનિયાભરમાં ચર્ચા થઈ હતી.

આ વીડિયો પણ જુઓ : PM મોદી માતા હીરા બાના આશીર્વાદ લીધા બાદ રાજભવન પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન