અમેરિકામાં વરસાદ, વાવાઝોડું, અંધારપટ અને મોત - Sandesh
  • Home
  • World
  • અમેરિકામાં વરસાદ, વાવાઝોડું, અંધારપટ અને મોત

અમેરિકામાં વરસાદ, વાવાઝોડું, અંધારપટ અને મોત

 | 4:21 pm IST

અમેરિકામાં પૂર્વના સમુદ્રકાંઠે વાવાઝોડું ત્રાટકતાં બે બાળકો સહિત પાંચના મોત થયા છે. શનિવારે રાતે ઘર પર ઝાડ પડતા છ વર્ષનું એક બાળક મૃત્યુ પામ્યું હતું. આ જ રીતે ન્યૂયોર્કના પુતનેમ કાઉન્ટીમાં પણ ઘર વૃક્ષ પડતાં 11 વર્ષનું બાળક મૃત્યુ પામ્યું હતું.

આ ઉપરાંત બાલ્ટીમોરમાં 77 વર્ષની મહિલા, રોડ દ્વિપમાં 70 વર્ષના વૃદ્ધ અને વર્જિનિયામાં 44 વર્ષની વ્યક્તિ મૃત્યુ પામી હતી. આટલું જ નહીં વાવાઝોડાને લીધે 17 લાખ ઘરો અને ઓફિસોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

સચુસિટ્સ અને રોડ દ્વીપમાં કલાક 134 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. શનિવારે પણ બંને સ્થળે વાવાઝોડું વિનાશ વેરવાનું ચાલુ રાખશે. સૂસવાટાભર્યો પવન વોશિંગ્ટન પહોંચતાં જ સરકારી ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. આ સાથે વાવાઝોડાને લીધે 3,300 વિમાની સેવાઓ બંધ કરી દેવાઈ છે.