development corporation to all the children of OBC
  • Home
  • Featured
  • પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા OBCના દરેક દિકરા-દિકરીઓ માટે કરાઈ મોટી જાહેરાત, જાણો

પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા OBCના દરેક દિકરા-દિકરીઓ માટે કરાઈ મોટી જાહેરાત, જાણો

 | 12:36 am IST

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા ઓબીસી વર્ગના દરેક દિકરા-દિકરીઓ માટે શિક્ષણ માટે રૂ.૧૫ લાખ સુધીની લોન આપવાનું નકકી કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પેસેન્જ અને માલવાહન વાહનો માટે રૂ.૫ લાખ સુધી લો સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવેલ છે કે ચાલુ વર્ષે ૨૭૧ દિકરા-દિકરીઓને રૂ.૩૯૯.૫૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે અને ચુકવાયા છે તેમજ લઘુદ્યોગ માટેના સીધા ધિરાણની લોનના રૂ.૮૩૮૮૦૦૦ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

તેના લાભાર્થીઓ દ્વારા ડોકયુમેન્ટ પુરા કરતાની સાથે જ તેમના બેંક ખાતામાં આર.ટી.જી.એસ.થી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.આ ઉપરાંત ઓબીસી સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના પગ પર ઉભા રહેવા માટે નાની-નાની અનેક પ્રકારની લોન આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન