Astrology spiritual devi dhumavati puja method and story
  • Home
  • Astrology
  • આ દેવીની પૂજા કરતા ડરે છે વિવાહિત મહિલાઓ, કારણ છે ખુબજ ભયંકર

આ દેવીની પૂજા કરતા ડરે છે વિવાહિત મહિલાઓ, કારણ છે ખુબજ ભયંકર

 | 3:48 pm IST

દેવી પાર્વતીની પૂજા દરેક સુહાગન સ્ત્રી પોતાના સુહાગની રક્ષા અને સૌભાગ્યની વૃદ્ધિ માટે કરે છે. પણ દેવી પાર્વતીનું એક એવુ સ્વરૂપ જેની પૂજા કરવાથી સુહાગન સ્ત્રીઓ ડરે છે. આની પાછળ એક ભયંકર કારણ છે.

વાસ્તવમાં દેવી પાર્વતી આ રૂપમાં વિધવા સ્ત્રી જેવા લાગે છે અને વૈધવ્યના પ્રતીક માનવામાં આવે છે. સુહાગ પર વૈધવ્યનો પ્રભાવ ન થાય આ કારણે સુહાગન સ્ત્રીઓ તેમની પૂજા કરતી નથી. જો કે આના દર્શન દુરથી કરે છે. જેઠ માસના શુક્લ પક્ષની અષ્ટમ તિથિએ આનું પ્રાગટ્ય માનવામાં આવે છે. દેવી પાર્વતીનું આ સ્વરૂપ ધુમાવતીના નામથી જાણીતા છે.

દેવી પાર્વતી શા કારણે સુહાગનથી વિધવા બની અને ધુમાવતી કેમ કહેવાયા આની અજબ-ગજબ કથા છે. એક વાર દેવી પાર્વતીને ખુબજ ભુખ લાગી અને તેઓ ભગવાન શિવ પાસે ભોજન માંગવા લાગ્યા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ ભોજન વ્યવસ્થા ન થઈ શકી ભુખથી વ્યાકુળ પાર્વતીજીએ શિવનેજ ગળી લીધા.

શિવ લોપ થતા જ પાર્વતીનું સ્વરૂપ વિધવા જેવુ થઈ ગયુ. બીજી બાજુ ભગવાન શિવમાં રહેલ વિષના કારણે દેવી પાર્વતીનું શરીર ધુમાંડા જેવુ થઈ ગયુ. તેમનુ આ સ્વરૂપ ખુબજ વિકૃત અને શ્રૃંગાર વગરનું દેખાવા લાગ્યુ ત્યારે ભોલેનાથે કહ્યુ કે આજથી તમે દેવી ધુમાવતીથી પૂજાશો અને આ જ સ્વરૂપની પૂજા કરવામાં આવશે.

આવુ ભયંકર સ્વરૂપ છે દેવી ધુમાવતીનું

માતા ધુમાવતીનું રૂપ અત્યંત ભયંકર છે અને આ રૂપ શત્રુઓનો સંહાર કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાનને ખાઈ જવાથી માતા પાર્વતી વિધવા થઈ ગયા આજ કારણે માતા ધુમાવતીનું આ સ્વરૂપ વિધવાનું છે. કેશ વિખેરાયેલા છે. માતાએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. તેમના કેશ ખુલ્લા છે. તેમના રથ પર કાગડાનું ચિહ્ન છે. માતાએ હાથમાં સુપડુ ધારણ કર્યુ છે. કાગડો માતાનુ વાહન હોવાથી ભયંકર લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન