Devolina bhattacharjee Rashmi desai and Siddharth shukla received threats to death keep your mouth shut or
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોઇને તમારા ત્રણેયની લાશ પણ નહીં મળે, આ બે અભિનેત્રી અને અભિનેતાને મળી મોટી ધમકી

કોઇને તમારા ત્રણેયની લાશ પણ નહીં મળે, આ બે અભિનેત્રી અને અભિનેતાને મળી મોટી ધમકી

 | 10:18 am IST

ટીવી અભિનેત્રી ગોપી બહુ એટલે દેવોલીના ભટ્ટાચારજીને તાજેતરમાં જ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ માત્ર દેવોલિના જ નહીં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ દેવોલિનાએ મુંબઇ પોલીસ અને સાયબર સેલને ટેગ કર્યા હતા અને ટ્વિટ કરીને તેના પર કાર્યવાહી કરવાનું કહ્યું હતું. દેવોલિનાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે એક મહિલાએ ફોન પર સંદેશ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

ખરેખર, દેવોલિના ભટ્ટાચારજીએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ધમકીભર્યો સંદેશ શેર કર્યો છે. વળી, તેમણે પોતાના ટ્વિટમાં મુંબઈ પોલીસ અને સાયબર સેલને ટેગ કરીને મહિલા મેસેજિંગ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. જે મહિલાએ આ ધમકી આપી છે, તે બિગ બોસ 13 ની સ્પર્ધક અરહાન ખાનની ચાહક લાગી રહી છે.

Devoleena Bhattacharjee Get Death Threats Against Her Rashami ...

મહિલાએ દેવોલિના ભટ્ટાચારજીને સંદેશમાં લખ્યું કે, ‘તમે વારંવાર અરહાનને અપમાનિત કરી રહ્યા છો અને તમે આ બધી બાબતો કરી રહ્યા છો, એક વાત યાદ રાખજો, તમારી અને તે બન્નેની લાશ પણ કોઇને મળશે. હું રશ્મિ અને સિદ્ધાર્થ શુક્લાની વાત કરી રહી છું. આજ બાદ તમારું મોં બંધ રાખજો. આજ પછી ડો અરહાન વિરુદ્ધ કઇ પણ વાત કરી તો તે તમારો છેલ્લો દિવસ હશે.

આ મેસેજનો સ્ક્રીનશોટ સાથે દેવોલિનાએ ટ્વિટ કરીને લખ્યું કે, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સાયબર સેલ કૃપા કરીને મેસેજ જુઓ, જેમાં મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. હું તમને વિનંતી કરું છું કે જલ્દીથી આના પર પગલા લેવામાં આવે.

સોશિયલ મીડિયા પર દેવોલીના ભટ્ટાચારજીનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ અંગે સોશ્યલ મીડિયાના બધા વપરાશકારો અને તેમના ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે દેવવીલાના ભટ્ટાચારજી, રશ્મિ દેસાઇ અને તેમના બોયફ્રેન્ડ અરહાન ખાન અને સિદ્ધાર્થ શુક્લા ટીવી રિયાલિટી શો બિગ બોસના સીઝન 13 નો ભાગ હતા. શોમાં દેવોલિના અરહાનની હકીકત જાણ્યા બાદ તે તેની વિરુદ્ધ જોવા મળી હતી. તેણે રશ્મિને અરહાનથી દૂર રહેવા કહ્યું હતું.

આ પણ જુઓ : રાજકોટ જેલમાં પ્રતિબંધિત વસ્તુ ફેંકાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન