Devon Conway of New Zealand scored an unbeaten 99 from 59 balls in the first T20 against Australia.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • 14 કરોડ ખર્ચી ફિશિયારી મારતી ટીમોને આ Unsold ખેલાડીએ વિચારવા વિવશ કરી દીધા

14 કરોડ ખર્ચી ફિશિયારી મારતી ટીમોને આ Unsold ખેલાડીએ વિચારવા વિવશ કરી દીધા

 | 7:53 pm IST
  • Share

ચાર દિવસ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં થયેલ નીલામીમાં ન્યૂઝીલેન્ડના ડેવોન કોંવને કોઇ ટીમે ખરિદ્યો નહી. પરંતુ હવે આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 મેચમાં માત્ર 59 બોલમાં 99 રન બનાવીને તમામ ટીમનો ચોંકાવી વિચારવા વિવશ કરી દીધા છે કે તેમનાથી કોઇ ભૂલ તો નથી થઇને?

ન્યૂઝીલેન્ડ એ ડેવોન કોંવના શાનદાર પ્રદર્શનથી આ મેચ 53 રનથી જીતી લીધી છે. IPL નીલામીમાં કોઇએ ન ખરીદવા ડેવોન કોંવએ પોતાનો ગુસ્સો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં તોફાની ઇનિંગ રમીને નીકાળ્યો છે. કોંવેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ છે.

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કોંવેની બેટિંગના વખાણ કરતા ટ્વીટ કર્યું,’ડેવોન કોંવે ચાક દિવસથી ચૂંકી ગયા, પરંતુ શું શાનદાર બેટિંગ હતી.’ જોહાનિસબર્ગમાં જન્મેલ પરંતુ બાદમાં ન્યૂઝીલેન્ડમાં વસનાર કોંવેએ પોતાની ઇનિંગમાં દસ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. આ પહેલા તે સુપર સ્મૈશ ટી-20માં અણનમ 93, અણનમ 91, 69, અને 50 રન બનાવી ચૂક્યો છે.

એક સમયે ન્યૂઝીલેન્ડની ત્રણ વિકેટો માત્ર 19 રનમાં પડી ગઇ હતી પરંતુ કોંવેએ ટીમને 20 ઓવરમાં પાંચ વિકેટ પર 184 રન સુધી પહોંચાડી દીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 17.3 ઓવરમાં 131 રન પર આઉટ થઇ ગઇ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના પોતાના દિવસોમાં કોંવે આંઠ વર્ષ સુધી દક્ષિણ આક્રિકામાં ક્રિકેટ રમ્યો પરંતુ 2017માં ન્યૂઝીલેન્ડ આવી ગયો હતો.

તેને મે 2020માં ન્યૂઝીલેન્ડ ક્રિકેટથી કેન્દ્રીય કરાર મળ્યો હતો અને નવેમ્બર 2020માં તેને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચ રમી. અત્યાર સુધીમાં તે 157ની સ્ટ્રાઇક રેટથી 273 ટી-20 રન બનાવી ચૂક્યો છે. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેવોન કોંવેના નામે 3 હાફસેંચુરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર દ્વારા 14 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદેલ ગ્લેન મૈક્સવેલ એક રન બનાવીને આઉટ થઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન