DFS issued Advisory for bank between lockdown, coronavirus
  • Home
  • Business
  • ‘કોરોના’ની દહેશત વચ્ચે લોકડાઉન, હવે બેંકોના કામકાજ અને સમયને લઈ આવ્યા સારા સમાચાર

‘કોરોના’ની દહેશત વચ્ચે લોકડાઉન, હવે બેંકોના કામકાજ અને સમયને લઈ આવ્યા સારા સમાચાર

 | 8:10 am IST

હાલ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. જેના કારણે સામાન્ય જનજીવન થંભી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર 21 દિવસના આ લોકાડાઉન મુજબ લોકોએ ઘરની બહાર ન નીકળી અને ઘરમાં રહી કોરોના વિરુદ્ધ લડાઈમાં દેશ અને સરકારનો સાથ આપવાનો છે. ત્યારે હવે આ પરિસ્થિતિઓ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.

માહિતી મુજબ દેશભરમાં લોકડાઉન વચ્ચે સોમવારે દરેક બેંકોનું કામકાજ સામાન્ય થઈ જશે. મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. આ સમય મોટાભાગે લોકોના પગાર અને પેન્શન આવવાનો હોય છે. તેથી બેંકોની બ્રાંચ પર દબાણ વધશે એવી સંભાવનાઓ હતી. પરંતુ હવે સરકારે બેંકોમાં કાજકાજને સામાન્ય બનાવવા માટે એક એડવાઇઝરી જાહેર કરી છે.

નાણા સેવા વિભાગ(DFS) એ બેંકોથી કહ્યું કે તેમના બધા માધ્યમોને ચાલૂ રાખે અને લોકડાઉન દરમિયાન પણ દરેક બ્રાન્ચમાં દૈનિક ધોરણે કામકાજની વ્યવસ્થા કરે. બેંક ખુલવાના આ નિર્દેશથી હવે લોકોને પોતાના નાણાકીય લેણદેણમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. જોકે લોકડાઉન દરમિયાન બેંકોની શાખાઓ સવારે 10 વાગ્યાથી બપોરના 2 સુધી જ ખુલી રહેશે. એમ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

ડિપોર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસેઝ(DFS) એ પોતાની આ એડવાઇઝરીમાં આ વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે કે ગામડાઓમાં પણ બેંકના ગ્રાહકોને સંપૂર્ણ સેવા મળે. ભારત સરકારે કોરોના વાયરસના કારણે ઉભી થયેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઓછી આવક જૂથના લોકોની મદદ માટે 1.7 લાખ કરોડની સપોર્ટ પેકેજની જાહેરાત કરી હતી.

આ વીડિયો પણ જુઓ: બોટાદમાં બહારથી આવેલા લોકોની ગામમાં પ્રવેશ બંધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન