BJP-PDPનું ગઠબંધન તૂટતા જમ્મુ-કાશ્મીર પોલીસે રાહત અનુભવતા કહ્યું કે... - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • BJP-PDPનું ગઠબંધન તૂટતા જમ્મુ-કાશ્મીર પોલીસે રાહત અનુભવતા કહ્યું કે…

BJP-PDPનું ગઠબંધન તૂટતા જમ્મુ-કાશ્મીર પોલીસે રાહત અનુભવતા કહ્યું કે…

 | 1:42 pm IST

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થવાની સાથે જ સુરક્ષા બળોએ પણ આતંકની વિરૂદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. રાજ્યપાલ શાસનમાં રાજકીય દબાણ ન હોવાના લીધે પોલીસ પણ પોતાના ઓપરેશન શ્રેષ્ઠ રીતે કરશે. બુધવારના રોજ ડીજીપી એસપી વૈદ્ય એ કહ્યું કે આવનારા દિવસોમાં આતંકીઓની વિરૂદ્ધ થનાર ઓપરેશનમાં તેજી આવશે.

વૈદ્ય એ કહ્યું કે અમારું ઓપરેશન ચાલુ રહેશે. રમઝાન દરમ્યાન ઓપરેશન્સ પર પ્રતિબંધ મૂકયો હતો. ઑપરેશન પહેલાં પણ ચાલી રહ્યાં હતા, હવે તેને વધુ તેજ કરાશે. આ દરમ્યાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાજ્યપાલ શાસનથી તેમના કામ પર ફરક પડશે તો વૈદ્ય એ કહ્યું કે મને લાગે છે કે તેનાથી કામ કરવું વધુ સરળ થઇ જશે. વૈદ્યએ કહ્યું કે રમઝાન સીઝફાયરના લીધે આતંકીઓને ફાયદો થયો છે. તેમણે કહ્યું કે રમઝાન સીઝફાયર દરમ્યાન કેમ્પ પર થનાર હુમલાનો જવાબ આપવાની મંજૂરી નહોતી. પરંતુ અમારી પાસે કોઇ માહિતી હોય તો તેના આધર પર ઑપરેશન લૉન્ચ કરી શકાતું નહોતું. એવામાં સીઝફાયરથી કેટલીય રીતે આતંકીઓને ઘણી મદદ મળી.

આ બધાની વચ્ચે દિલ્હીમાં એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીતમાં સેના પ્રમુખ બિપિન રાવતે પણ સેનાના ઑપરેશનમાં ઝડપ કરવાની વાત કહી છે. સેના પ્રમુખે કહ્યું કે અમે અમારા ઓપરેશન માત્ર રમઝાન દરમ્યાન જ બંધ કર્યા હતા. પરંતુ અમે જોયું કે શું થયું. ગવર્નર રૂલ લાગૂ થવાથી અમારા કામ પર કોઇ ફરક પડશે નહીં. અમારું ઓપરેશન પહેલાંની જેમ જ ચાલતું રહેશે. અમારા પર કોઇપણ રાજકીય દબાણ હોતું નથી.

ફેરફારનો દોર શરૂ!
છત્તીસગઢના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) બીવીઆર સુબ્રમણ્યમને બુધવારના રોજ જમ્મુ-કાશ્મીર મોકલાયા છે. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થયા બાદ આમ કરાયું છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ મંગળવારના રોજ સાંજે સુબ્રમણ્યમના ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી. સુબ્રમણ્યમ 1987ની બેન્ચના આઈએએસ અધિકારી છે. તેઓ 2002-2007 સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ખાનગી સચિવ રહી ચૂકયા છે. હજુ એ સ્પષ્ટતા નથી થઇ કે તેઓ રાજ્યપાલ એન.એન.વ્હોરાના સલાહકાર તરીકે કામ કરશે કે રાજ્યના મુખ્ય સચિવ તરીકે કામ કરશે.

આક્રમક ઓફિસર આવશે આગળ
એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે કેટલાંક રાજનેતાઓની તરફથી પથ્થરબાજો, અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓને સમર્થન મળે છે. કોઇ રાજકીય દબાણ ન હોવાથી સુરક્ષા બળ વધુ આક્રમકતાથી કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે વધુ સંવેદનશીલ વાળી જગ્યાઓ પર ‘સમર્થ’ બ્યુરોક્રેટ્સ અને સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસને તૈનાત કરાશે. જેથી કરીને તેઓ કોઇપણ પ્રકારના દબાણ વગર આતંક વિરોધી ગતિવિધિઓનું નેતૃત્વ કરી શકે.