મનમોહનસિંહની સરકારમાં 8.5%થી વધું આર્થિક વિકાસ દર : પી ચિદમ્બરમ્ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મનમોહનસિંહની સરકારમાં 8.5%થી વધું આર્થિક વિકાસ દર : પી ચિદમ્બરમ્

મનમોહનસિંહની સરકારમાં 8.5%થી વધું આર્થિક વિકાસ દર : પી ચિદમ્બરમ્

 | 10:13 pm IST

અમદાવાદની મુલાકાતે આવેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે સંબોધેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અને મનમોહનસિંઘના ભરપેટ વખાણ કરતાં, તે સમયગાળાને દેશ માટે સૌથી સારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અપનાવેલા ઉદારીકરણથી દેશને લાભ થયો છે. લિબ્રલાઈજેશન(ઉદારીકરણ)થી અનેક લોકોને ફાયદો થયો. અર્થતંત્ર વેગવતું બન્યું હતું. ઉદારીકરણને કારણે ક્રાંતિ આવી છે. ઉદારીકરણએ કોંગ્રેસની ભેટ છે.

પી. ચિદમ્બરમે કહ્યું હતું કે ભારતની ખાસ કરીને મનમોહનસિંઘની દીર્ધ દ્રષ્ટિને કારણે વિશ્વભરમાં મંદીનો માહોલ હતો અને અનેક બેંકો બંધ થઈ ગઈ હતી ત્યારે તે સમયગાળામાં ભારતમાં એક પણ બેંક બંધ નહોતી થઈ. ભારતમાં મંદીની અસર જોવા મળી નહોતી. 1997, 2008માં મંદીમાં અમેરિકા, જર્મનીમાં અનેક બેંક બંધ થઈ ગઈ હતી. મનમોહનસિંહની સરકારમાં 8.5 ટકાથી વધું ભારતનો આર્થિક વિકાસ દર હતો.

લોકોએ ઘણી આશા સાથે BJPને મત આપ્યા હતાં. BJPએ સત્તા સંભાળી ત્યારે GDP 6.4% હતો.

દરેક સરકાર નવા આંકડાઓ સાથે આવે છે. ગુજરાતની હાલની સ્થિતિની વાત કરીએ તો 3.8% બાળકો કુપોષણનાં શિકાર છે. ગુજરાતનો વિકાસ દર મહારાષ્ટ્ર, તામિલનાડૂ કરતા ઓછો છે. કોલેજો કેમ્પસમાં જોબ પ્લેસમેન્ટ ઘટ્યું છે. ગુજરાતમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકો વધું છે. નોટબંધી બાદ ભ્રષ્ટાચારનો પ્રથમ કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે. રાજનૈતિક પક્ષોને અપાતું ફંડ કાળું નાણુ કે સફેદ તે પણ એક મુદ્દો છે. ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો છેલ્લા 22 વર્ષમાં થયેલા આર્થિક નુકશાનની રિકવરી 12થી 24 મહિનામાં થશે, ગુજરાત દેશના ટોપ 4 રાજ્યોમાં હશે.

આમ કહીને કે કેન્દ્રમાં ભાજપ કરતાં કોંગ્રેસની સરકાર અનેક રીતે ચડિયાતી હોવાનું જણાવ્યું હતું.