અમદાવાદના મોલમાં જાહ્નવી અને ઇશાને કર્યો 'Zingaat' ડાન્સ, Viral Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમદાવાદના મોલમાં જાહ્નવી અને ઇશાને કર્યો ‘Zingaat’ ડાન્સ, Viral Video

અમદાવાદના મોલમાં જાહ્નવી અને ઇશાને કર્યો ‘Zingaat’ ડાન્સ, Viral Video

 | 1:45 pm IST

દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની મોટો દીકરી જાહ્નવી કપૂર આ દિવસોમાં પોતાના ડેબ્યુ ફિલ્મ ‘ધડક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જાહ્નવી પોતાની ફિલ્મ ‘ધડક’ના કો-સ્ટાર ઇશાન ખટ્ટર સાથે દેશમાં અલગ-અલગ શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. બુધવારે કોસ્ટાર્સ અમદાવાદના એક મોલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાની એનર્જી અને પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું.

જાહ્નવી અને ઇશાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને સ્ટાર્સ ‘ધડક’ના ગીત ઝિંગાટ… પર ફૂલ એનર્જી સાથે પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ બંનેની કેમેસ્ટ્રી વિડીયોમાં ક્લિયર જોઈ શકાય છે. લોકો આ પરફોર્મન્સ જોઇને ખૂબ ખુશ થયા હતા.