શુક્રવારે સૂર્યાસ્ત પછી કરો આ ઉપાય, ધનવાન બનવાની ઈચ્છા થશે પૂર્ણ - Sandesh
  • Home
  • Astrology
  • શુક્રવારે સૂર્યાસ્ત પછી કરો આ ઉપાય, ધનવાન બનવાની ઈચ્છા થશે પૂર્ણ

શુક્રવારે સૂર્યાસ્ત પછી કરો આ ઉપાય, ધનવાન બનવાની ઈચ્છા થશે પૂર્ણ

 | 1:12 pm IST

જન્મ કુંડળીમાં શુક્રની સ્થિતી સારી હોય તેવા જાતકને જીવનના તમામ પ્રકારના ભૌતિક સુખ સરળતાથી પ્રાપ્ત થાય છે. પરંતુ જો શુક્ર નિર્બળ અથવા દુષ્પ્રભાવિ હોય તો જીવનમાં સુખ તેમજ શાંતિનો સતત અભાવ રહે છે. કારણ કે જીવનમાં જે સુખ, સુવિધા, સંપત્તિ, સ્ત્રી સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે તમામનો સીધો સંબંધ શુક્ર સાથે હોય છે. એટલે કે જો કુંડળીમાં શુક્રનું સ્થાન દોષયુક્ત હશે તો સમજી લેજો કે તમારી આર્થિક સ્થિતી અને અંગત જીવન ડામાડોળ રહેશે.

જીવનમાં ભૌતિક સુખનો અભાવ હોય તો સમજી લેવું કે કુંડળીનો શુક્ર અશુભ પ્રભાવ આપી રહ્યો હશે. આ સમય કપરો તો હોય છે પરંતુ તેમાં સુધારો પણ થઈ શકે છે. આ સ્થિતી શુક્રવારે એક ચમત્કારી ઉપાય કરીને સુધારી શકાય છે. તંત્રશાસ્ત્રનો આ ઉપાય કરવાથી શુક્ર મજબૂત થશે અને ધનની દેવી લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર સદા રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ અને શુક્રની શુભ દ્રષ્ટિના કારણે ખાલી તિજોરી પણ ઝડપથી ભરાઈ જાય છે. તો વાંચી લો શુક્રવારે કરવાના ચમત્કારી ઉપાયની વિગત અને યાદ રાખી લો તેની વિધિ.

શુક્રવારે કરો આ ઉપાય
આ ઉપાય શુક્રવારે સૂર્યાસ્ત પછી કરવાનો હોય છે. શુક્રવારે સાંજે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી ઘરના મંદિરમાં બેસી માતા લક્ષ્મીની પૂજા કરવી. આ પૂજાની સામગ્રીમાં સાત કોડી અચૂક રાખવી. લક્ષ્મીજીની પૂજા કંકુ, ચોખા, ધૂપ-દીપથી કરવી. પૂજામાં કરી લક્ષ્મીજી સમક્ષ સાત કોડી રાખી દેવી. પૂજા પછી માતાની આરતી કરવી. પૂજા વિધિ પછી પણ કોડીને રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં જ રાખી મુકવી. રાત્રે 12 વાગ્યે પૂજામાં રાખેલી કોડી લઈ ઘરના ઈશાન ખૂણામાં જમીનમાં દબાવી દેવી. આ તંત્રશાસ્ત્રનો એવો ચમત્કારી ઉપાય છે જે તુરંત અસર કરે છે.