આ ઉપાય અજમાવનારની તિજોરી ધનથી રહે છે છલોછલ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ ઉપાય અજમાવનારની તિજોરી ધનથી રહે છે છલોછલ

આ ઉપાય અજમાવનારની તિજોરી ધનથી રહે છે છલોછલ

 | 5:10 pm IST

ઘર અથવા વેપારના સ્થળે રાખેલી તિજોરીને લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન વાસ્તુના નિયમાનુસાર રાખવું જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ સદા બની રહે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ટોટકા પણ તિજોરીને ધનથી ખચોખચ રાખવામાં મદદ કરી શકે છે. આ ટોટકા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોમાંથી કોઈપણ એક જ અમલમાં મુકવો. કારણ કે એકથી વધારે ઉપાય કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું નથી.

1
તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.

2.
તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.

3.
એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

4.
તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

5.
ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.

6.
ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.

7.
ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.