Dhan Teras shubh Muhurt best way of worship of maa lakshmi kuber
  • Home
  • Astrology
  • ક્યારે છે ધનતેરસ? જાણો પૂજાની સાચી વિધિ અને શુભ મુહૂર્ત

ક્યારે છે ધનતેરસ? જાણો પૂજાની સાચી વિધિ અને શુભ મુહૂર્ત

 | 11:42 am IST

ધનતેરસનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિપાવલીની શરૂઆત જ ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરવામાં આવે છે. કુબેરના વરદાનથી ઘરમાં અપાર ધનનો ભંડાર આવે છે. ધનતરેસ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ સાંજે પરિવાર સાથે મળીને મંગળકામના માટે યમ નામનો દીપક પ્રગટાવવામાં આવે છે.

આ પણ વાંચો: દિવાળી સુધી નિયમિત કરો આ કામ, ગમે તેવું દુ:ખ કેમ ન હોય મળશે છૂટકારો

ધનતેરસે વિભિન્ન ધાતુઓથી બનેલ વાસણ સોના, ચાંદી ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાતુનો સામાન ખરીદવાથી શુભ થાય છે. એવી માન્યતા છે કે ધનતેરસ પર દિવસે કે સંધ્યાકાળમાં ખરીદી કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

શા માટે ધનતેરસની ઉજવણી થાય છે?
ધનતેરસ કારતકની કૃષ્ણ ત્રયોદશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ મુજબ ધનતેરસે શુભ મુહૂર્ત જોઈને કરેલી ખરીદી જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે છે. આ દિવસે વાસણથી લઇને ઘરેણાની ખરીદી કરવામાં આવે છે. જો આ દિવસે સારું મુહૂર્ત જોઈને પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનવર્ષા થઇ શકે છે.માન્યતા છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશને લઈને ધનવંતરી પ્રગટ થયા હતા. બે દિવસ બાદ માં લક્ષ્મીનું પ્રાગટ્ય થયુ હતુ. આ જ કારણે દિવાળી પહેલા બે દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે.

આવો જાણીએ કયા છે ધનતેરસ પૂજા માટેના શુભ મુહૂર્ત:
25/10/2019 શુક્રવાર
સાંજે 07.08થી રાત્રે 8.14 વાગ્યા સુધી.
પ્રદોષ કાળ સાંજે 5.39થી 8.14 સુધી.

ધનતેરસ પર કરો આ ઉપાય
ધનતેરસના દિવસે ધાતુની ખરીદીનું ખાસ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે ધાતુની ખરીદી કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે. પરંપરા એવી છે કે લોકો ધનતેરસના દિવસે સોનું, ચાંદી જેવી ધાતુ ખરીદતા હોય છે. આ દિવસે શુભ મુહૂર્તમાં લોકો પોતાની ક્ષમતા અનુસાર સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ઘરેણા, લક્ષ્મીજીની મૂર્તિ જેવી વસ્તુઓ ખરીદે છે. સાથે નવી સાવરણી, સુપડુ ખરીદવાનું મહત્વ છે. મંદિર ગૌશાળા નદી બગીચામાં દિપક પ્રગટાવવા જોઈએ.

આ વીડિયો જુઓ: દર્શન કરો પાટણમાં આવેલ સાંઈબાબા મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન