Dhananjay Finance Company Scam in Rajkot at Gujarat
  • Home
  • Featured
  • રાજકોટમાં 4 કરોડમાં પેઢીનું ઉઠમણું: રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો

રાજકોટમાં 4 કરોડમાં પેઢીનું ઉઠમણું: રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો

 | 2:55 pm IST
  • Share

  • ધનંજય ફાઈનાન્સ નામની પેઢીનું 4 કરોડથી વધુ રકમમાં ઉઠમણું

  • ખેડૂત સહિત 17 વ્યક્તિઓના 4.04 કરોડ ડૂબ્યા

કોરોના મહામારીની સૌથી વધુ ખરાબ અસર ધંધા રોજગાર પર પડી છે. જેના કારણે અનેક પેઢીઓ ઉડી ગઈ હોવાના સમાચારો અવાર-નવાર મળે છે ત્યારે રાજકોટના નાનામવા રોડ પર આવેલી ધનંજય ફાયનાન્સ પેઢીના ચેરમેન અને ડાયરેકટરો ઉંચા વળતરની સ્કીમના ઓથા હેઠળ ખેડૂત સહિત 17 વ્યક્તિઓના 4.04 કરોડ ઓળવી જઈ પોબારા ભણી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રૈયારોડ આલાપગ્રીન સીટી સામે નંદનવન પાર્ક શેરી નં.2માં રહેતા ખેડૂત જયંતીભાઈ અમરશી બેચરા (ઉ.48) પટેલ પ્રૌઢે તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે હાલ સુરત જલદર્શન હાઉસીંગ સોસાયટીમાં રહેતા ધનંજય ફાઈનાન્સ લીમીટેડના ચેરમેન અસ્મીતા ઘનશ્યામ પાંભર, ડાયરેકટર ઘનશ્યામ વલ્લભ પાંભર અને વલ્લભ લાલજી પાંભરના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને છ વર્ષ પહેલા મિત્ર થકી રાજકોટના નાનામવા રોડ સંકેતપાર્ક રાજરેસીડેન્સીમાં ધનંજય ફાયનાન્સ લીમીટેડના ડાયરેકટર ઘનશ્યામ પાંભર સાથે ઓળખાણ થઈ હતી.

આ વખતે ઘનશ્યામ પાંભરે પોતાની સ્કીમમાં પૈસા રોકવા કહ્યુ હતુ અને સારા વળતરની સ્કીમ આપતા ફરિયાદીએ પોતાના વતન પડધરી તાલુકાના ઉકરડા ગામે આવેલી ખેતીની જમીન વેંચીને રૂા.25 લાખ ધનંજય ફાયનાન્સમાં રોકાણ કર્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો