Dhanashree Varma joyful reaction viral after RRvsRCB IPL match
  • Home
  • Sports
  • Cricket
  • રાજસ્થાન સામેની મેચમાં ચહલે એક પછી એક વિકેટ ઝડપી તો મંગેતર ધનાશ્રીએ આ રીતે મનાવ્યો જશ્ન

રાજસ્થાન સામેની મેચમાં ચહલે એક પછી એક વિકેટ ઝડપી તો મંગેતર ધનાશ્રીએ આ રીતે મનાવ્યો જશ્ન

 | 11:11 pm IST

આજે IPLની 13મી સીઝનની 33મી મેચ દુબઈ ખાતે રાજસ્થાન રોયલ્સ(RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોટિંગ કરવા નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમે ઇનિંગની સારી શરૂઆત કરી હતી. 7 ઓવર બાદ ટીમનો સ્કોર 1 વિકેટ પર 62 રન હતો. જ્યારે ક્રીઝ પર રોબિન ઉથપ્પા અને સંજૂ સેમસન બેટિંગ કરી રહ્યા હતા.

ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ના કેપ્ટન વિરાટ કોહલીએ(Virat Kohli) યુઝવેન્દ્ર ચહલને(Yuzvendra Chahal) બોલિંગ કરવાની જવાબદારી આપી. ચહલે ઓવરની ચોથી બોલ પર જ સેટ બેટ્સમેન ઉથપ્પાની વિકેટ લીધી અને આરસીબીને મોટી સફળતા અપાવી. ચહલે ઉથપ્પાને એરોન ફિંચના હાથે કેચ આઉટ કરાવ્યો. ઉથપ્પાએ 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. જ્યારે તેના આગામી બોલ પર જ ચહલે સંજુ સેમસેનને પેવેલિયન ભેગો કર્યો. તે માત્ર 9 રન બનાવી આઉટ થયો. ચહલે જ્યારે એક પછી એક એમ બે વિકેટ લીધી તો મંગેતર ધનાશ્રી વર્મા(Dhanashree Varma) ઘણી ખુશ થઈ હતી.’

આપને જણાવી દઈએ કે મેચ દરમિયાન ધનાશ્રી સ્ટેડિયમમાં હાજર હતી. ચહલ દ્વારા વિકેટ લીધા પછી ધનાશ્રીએ જશ્ન મનાવ્યો. જોકે, ચહલ હેટ્રિક લેવામાં નિષ્ફળ રહ્યો. ચહલે 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી. આ મેચ આરસીબી(RCB)એ 7 વિકેટથી જીતી હતી. મેચ જીત્યા બાદ ટીમ આઈપીએલ(IPL2020)ના પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન