dhanashree verma dance on pari hoon main song in garba style
  • Home
  • Videos
  • Featured Videos
  • ધનાશ્રી વર્માએ કર્યા ગરબા, નવરાત્રિ સ્પેશિયલ ડાન્સ જોઈને વીડિયો પ્રકાશનિ ગતિએ વાયરલ

ધનાશ્રી વર્માએ કર્યા ગરબા, નવરાત્રિ સ્પેશિયલ ડાન્સ જોઈને વીડિયો પ્રકાશનિ ગતિએ વાયરલ

 | 5:23 pm IST

યુઝવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal)ની મંગેતર ધનાશ્રી વર્મા (Dhanashree Verma)એ તેના ડાન્સથી ઘણી ઓળખ બનાવી છે. ધનાશ્રી વર્મા ડોક્ટરની સાથે સાથે એક સારી ડાન્સર અને કોરિયોગ્રાફર છે. હાલમાં ધનાશ્રી (Dhanashree Verma) વર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડાન્સર તેના મિત્રની સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધનાશ્રી વર્મા (Dhanashree Verma)એ પિંક કલરનો લહેંગો પહેર્યો છે. આ રીતે ગરબા કરીને યુઝવેન્દ્ર ચહલની મંગેતરે બૂમ પડાવી દીધી છે અને તે ખુબ જ સુંદર લાગી રહી છે.

ધનાશ્રી વર્મા (Dhanashree Verma)ના આ ડાન્સ વીડિયોએ ચાહકોએ એટલો પસંદ કર્યો છે કે થોડા જ કલાકોમાં વીડિયોને 3 લાખ 37 હજારથી વધુ વ્યૂ મળી ગયા છે. વીડિયો શેર કરતા ડાન્સરે કેપ્શનમાં લખ્યું છે, “પરી હૂં મેંની તે લાગણી. અમારા નવરાત્રિ વીડિયોને આટલો બધો પ્રેમ મળવા પર હું ખૂબ જ ખુશ છું.” તે જ સમયે ક્રિકેટર યુઝવેન્દ્ર(Yuzvendra Chahal) ચહલે વીડિયો પર ટિપ્પણી કરતાં લખ્યું કે, “ક્યુટનેસ ઓવરલોડ.”તો તમે પણ જુઓ ધનાશ્રી (Dhanashree Verma)નો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન