Dhanashree Verma dances as yuzvendra chahal receives man of the match
  • Home
  • Sports
  • Cricket
  • RCBની જીત બાદ યુઝવેન્દ્રની મંગેતરે અલગ અંદાજમાં મનાવ્યો જશ્ન, Video વાયુવેગે થયો વાયરલ

RCBની જીત બાદ યુઝવેન્દ્રની મંગેતરે અલગ અંદાજમાં મનાવ્યો જશ્ન, Video વાયુવેગે થયો વાયરલ

 | 10:19 pm IST

IPL2020ની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) એ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) ને 10 રને હરાવીને વિજયી શરૂઆત કરી હતી. આ મેચમાં જીતનો હીરો યુઝવેન્દ્ર ચહલ રહ્યો. ચહલે પોતાની શાનદાર બોલિંગથી વિરાટ કોહલીની સેનાને જીત અપાવી હતી.

ચહલે મેચ દરમિયાન મહત્વપૂર્ણ 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે મેચની સંપૂર્ણ તસવીર બદલાઈ હતી. જ્યારે એક વખત એવું લાગતું હતું કે એસઆરએચ ટીમ મજબૂત સ્થિતિમાં છે અને મેચ સરળતાથી જીતી લેશે. પરંતુ અચાનક સંપૂર્ણ ટીમ વેર વિખેર થઈ ગઈ. ચહલે જબરદસ્ત પ્રદર્શન કરી ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મેળવ્યો હતો. આ જીત બાદ આરસીબી ફેન્સમાં જબરદસ્ત ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ યુઝવેન્દ્રની મંગેતર ધનશ્રી વર્માએ પણ અલગ અંદાજમાં જશ્ન મનાવ્યો હતો.

હાલ સોશિયલ મીડિયા પર ધનશ્રીનો એક વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. જેમાં તે આરસીબીની જીત પર જશ્ન મનાવતા નજરે આવી રહી છે. પોતાના મંગેતરને એવોર્ડ મળતા જોઈ ધનશ્રી ખૂબ ખુશ નજરે આવી રહી છે. વીડિયોમાં તે એક ટીવી નજીક દેખાઈ રહી છે. ટીવીમાં યુઝવેન્દ્રને મેચ ઓફ ધ મેચનો એવોર્ડ મળતા દેખાય છે. ત્યારે ટીવીની બાજુમાં ધનશ્રી ખુશ થઈ ડાન્સ કરે છે. ધનુશ્રી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પર માત્ર 7 કલાક પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી 4 લાખથી વધુ લોકોએ જોયો છે.

આ વીડિયો પણ જુઓ: ડીઆરડીઓએ મંગળવારે લડાકૂ ડ્રોન અભ્યાસનું સફળ પરીક્ષણ કર્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન