Dhanera Congress MLA Nathabhai Patel Controversial Statement
  • Home
  • Gujarat
  • MLA નાથાભાઈ પટેલનો બફાટ, દારૂની પોટલી મળે તે લેજો પણ વોટ કોંગ્રેસને આપજો

MLA નાથાભાઈ પટેલનો બફાટ, દારૂની પોટલી મળે તે લેજો પણ વોટ કોંગ્રેસને આપજો

 | 8:37 pm IST

ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલે ધાખા ગામની કોંગ્રેસની સભામાં બફાટ કરતા જણાવ્યું હતું કે બે રૃપિયા કે પોટલી જોઈતી હોય તો પણ લેજો પણ વોટ તો કોંગ્રેસને જ આપજો. ત્યારે લોકોની કિંમત માત્ર બે રૃપિયા અને પોટલીની ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ આજે ધાનેરા વિસ્તારમાં સભા રાખી હતી જેમાં પહેલી સભા ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલના ગામ ધાખામાં રાખી હતી ત્યારે આ સભામાં ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે બફાટ કરતા જણાવ્યું હતું કે બે રૃપિયા કે પોટલી જોઈતી હોય તો લઈ લેજો પણ વોટ તો કોંગ્રેસને જ આપજો. ધાનેરાના ધારાસભ્યએ લોકોના વોટની કિંમત માત્ર બે રૃપિયા અને પોટલી જ ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી તો વધુમાં ધારાસભ્યએ બફાટ કરતા જણાવ્યું હતું કે જે આપણે છેતરે તેને છેતરવો જોઈએ. આ તો રાજકારણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન