Dhanteras 2018 Laxmi Lakshmi Puja Vidhi, Mantra
  • Home
  • Astrology
  • ધનતેરસ પર આ શુભ મૂહુર્તમાં કરો પૂજા, આ મંત્રજાપ કરવાથી લક્ષ્મીજી થશે પ્રસન્ન

ધનતેરસ પર આ શુભ મૂહુર્તમાં કરો પૂજા, આ મંત્રજાપ કરવાથી લક્ષ્મીજી થશે પ્રસન્ન

 | 8:57 am IST

ધનતેરસ આસો કૃષ્ણ તેરસે ઉજવાય છે. કહેવાય છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમ્યાન અમૃતનો કળશ લઇ ધનવંતરી જે દેવતાઓના વૈદ્યથી પ્રકટ થયા હતા. સ્વાસ્થ્ય રક્ષા અને આરોગ્ય માટે ધનવંતરી દેવની ઉપાસના કરાય છે. આ દિવસ કુબેરનો પણ દિવસ મનાય છે અને ધન સંપન્નતા માટે કુબેરની પૂજા કરાય છે. તો આવો આજે લક્ષ્મીજીની પૂજા કરવના મૂહુર્ત અને મંત્ર અંગે આપને વિગતે જણાવીએ

ધનતેરસ શુભ મુહૂર્તો તથા સુખદાયી-કલ્યાણકારી મંત્રો

આજે સોમવાર તા. 5-11-2018 ધનતેરસ- આસો વદ-13

ધનતેરસે ચોપડા ખરીદવા

હસ્ત નક્ષત્ર 20.37 કલાક સુધી

સવારે 9.32 ક.થી 10.56 સુધી

બપોરે 13.46 ક.થી 7.34 ક. સુધી

ધનતેરસે ગાદી બિછાવવા માટે શુભ દિવસ.

ધનપૂજા મુહૂર્ત

ધનતેરસ ધનપૂજા તથા ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે.

સવારે 7.07 થી 9.15

બપોરે 1.00 થી 2.30

સાંજે 5.35 થી 7.30- શ્રેષ્ઠ મુહૂર્ત

ધનતેરસે ધન્વંતરિ પૂજન- આરોગ્ય- દીર્ઘાયુષ્ય પ્રાપ્તિની પૂજા

આજે ધનતેરસ તા. 5-11-2018 ને સોમવારના દિવસે યથાયોગ્ય અનુકૂળ શુભ મુહૂર્ત સમયે સુઆરોગ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્તિ માટે, સ્વાસ્થ્ય માટે ધન્વંતરિ પૂજનનું મહત્ત્વ છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પ્રસન્નતા પ્રાપ્તિ માટે
વિધિસર મંત્ર સહિતની પૂજા બાદ કથાશ્રવણ કરીને મંત્રજાપ કરવાથી શ્રેષ્ઠ ફળ અનુભવવા મળે છે.

મંત્ર: ॐ હ્રીમ્ ધનવંતર્યૈ નમઃ ।
આ ઉપરાંત શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો. શિવ પંચાક્ષર મંત્રના જાપ પણ કરી શકાય. સ્ફટિક, અકીક, રોઝ સ્ટોન યા પારદ શિવલિંગની પૂજા બાદ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી સ્વાસ્થ્યની રક્ષા થાય છે અને મોટો ઘા નાનો બની
શકે છે. શૂળીનો ઘા સોયથી સરે છે એ ઉક્તિ-કહેવત યથાર્થ છે.

ધનપૂજનઃ ધનતેરસે લૌકિક ધન અર્થાત્ દ્રવ્ય કે સિક્કાનું પૂજન ઉપરાંત સુવર્ણ મુદ્રા-રૌપ્ય મુદ્રા અને કિંમતી વસ્તુનું પૂજન કરવાથી ધન-દ્રવ્ય અંગેના કષ્ટ હળવા યા દૂર થાય છે અને સંકટ સમયે ધન આયોજન સરળ બને છે. અભિમંત્રિત
કરેલી કોડી અને અન્ય લક્ષ્મીદાયક શાસ્ત્રીય ચીજવસ્તુ પણ પૂજન બાદ તિજોરીમાં મૂકવાથી લાભ થાય છે.

મંત્ર ધ્યાનઃ ॐ ધનલક્ષ્મ્યૈ નમો નમઃ
આ મંત્ર દ્વારા ધન અને લક્ષ્મીદેવીનું ધ્યાન કરવાથી પ્રસન્નતા વધે છે. આ દિવસે અનેક શુદ્ધ શુભ પવિત્ર લક્ષ્મી માટેની શુકનવંતી વસ્તુઓ કાળી હળદર, જમણો શંખ, લઘુ નાળિયેર, સ્ફટિક અથવા ધાતુ અથવા રૌપ્ય-તામ્રનું શ્રીયંત્ર વગેરેની
પૂજા ઘણી ફળદાયી બને છે. જેથી વર્ષ આખું જીવન વધુ સુખદ્ બને છે.