જજે સંભળાવ્યો નિર્ણય, ધનુષ કોનો પુત્ર છે જાણી લો તમે પણ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જજે સંભળાવ્યો નિર્ણય, ધનુષ કોનો પુત્ર છે જાણી લો તમે પણ

જજે સંભળાવ્યો નિર્ણય, ધનુષ કોનો પુત્ર છે જાણી લો તમે પણ

 | 12:31 pm IST

બોલિવૂડમાં ફિલ્મ ‘રાંઝણા’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર સાઉથ ઇન્ડિયન અભિનેતા ધનુષને પોતાનો પુત્ર જણાવી એક વૃદ્ધ કપલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમા તેમને દર મહિને 65,000 રૂપિયાનાં ભરણપોષણની માંગ કરી હતી. આ મામલામાં જજે કેસને ફગાવતા પોતાનો નિર્ણય ધનુષનાં હકમાં સંભળાવ્યો છે.

આ કેસમાં ધનુષ મદ્રાસ હાઇકોર્ટમાં મદુરાઇ બેન્ચ સામે હાજર થયો હતો. તેને ત્યાં પોતાના બર્થ માર્ક્સ પણ ચેક કરાવ્યા હતાં. આ સૂનવણી માટે તે પોતાની માતા વિજયલક્ષ્મી સાથે કોર્ટમાં પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે, તમિલ દંપતિ, આર કાતિરેસન અને તેમની પત્ની મીનાક્ષીએ ગત વર્ષે દાવો કર્યો હતો કે, ધનુષ તેમનો ત્રીજો પુત્ર છે. જે ઘર છોડીને ભાગી ગયો હતો. આ બાબતે તેમને ગત વર્ષનાં નવેમ્બર માસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી.

dhanush-biological-son

આ મામલામાં ધનુષ પહેલાથી જ કહેતો આવ્યો છે કે, તેના માતા-પિતા તરીકે દાવો કરનાર દંપતિ સાથે તેને કોઇ સંબંધ નથી. ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ છે. તે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રોડ્યૂસર કસ્તૂરી રાજાનો પુત્ર છે અને તેની માતાનું નામ વિજયલક્ષ્મી છે. અને તે સુપરસ્ટર રજનીકાન્તની દીકરી ઐશ્વર્યાનો પતિ છે.