according to Astrology dharma karma mantra jap vidhi niyam
  • Home
  • Astrology
  • કોઈપણ મંત્રનો જાપ કરતી વખતે કરશો નહીં આવી ભૂલ, થશે મોટુ નુકસાન

કોઈપણ મંત્રનો જાપ કરતી વખતે કરશો નહીં આવી ભૂલ, થશે મોટુ નુકસાન

 | 3:40 pm IST

હિન્દૂધર્મને માનનારા શ્રદ્ધાળુઓ પ્રતિદિન કોઈને કોઈ રૂપે દેવી દેવતાઓના મંત્ર જાપ કરતા હોય છે. કેટલાક લોકો મંત્ર જાપની પૂર્ણ વિધિ વિધાન સાથે સાવધાની પૂર્વક અને શ્રદ્ધા તેમજ વિશ્વાસ સાથે કરે છે. તો કેટલાક કંઈ પણ સમજ્યા વગર દેખાદેખીમાં મંત્ર જાપ કરવાનું શરૂ કરી દે છે. વેદ શાસ્ત્રોમાં તમામ દેવી દેવતાઓ માટે જપવામાં આવતા મંત્રો માટે નિયમો બનાવેલ છે. જે અનુસાર જાપ કરવાથી કોઈ ચમત્કાર જોઈ શકાય છે.

એ જ રીતે જો ખોટી રીતે જાપ કરવામાં આવે તો તેમજ મંત્રોનો યોગ્ય ઉચ્ચાર ન કરવામાં આવે તેમજ અપભ્રંશ શ્લોક કે મંત્રોચ્ચાર થાય લાભ થવાના બદલે ખુબજ મોટુ નુકસાન થાય છે. જાણો કેવી રીતે કરવો જોઈએ મંત્રોચ્ચાર.

કોઈ પણ મંત્રનો જાપ કરતી વખતે ઉચ્ચારણ કરવામાં આવે તે સ્પષ્ટ સ્વરમાં કરવું જોઈએ. મંત્રજાપ કરવાથી વધારેમાં વધારે ફળ પ્રાપ્ત થાય તે ખુબજ મહત્વનું છે. મંત્ર જાપ કરતી વખતે હોઠનું હલનચલન, શ્વાસોશ્વાસ, સ્વર કેમ ઉચ્ચારવા તે તમામને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. આ જ રીતે જો મંત્ર જાપ કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે.

વાચિક જપ
જે રીતે ઈશ્વરનું ભજન કીર્તન અને આરતીને ઉંચા સ્વર સાથે કરવામાં આવે છે. એ જ રીતે મંત્રો માટે ઉચ્ચ સ્વરને નિષેધ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર મંત્રજાપ કરતી વખતે સ્વર બહાર નીકળવો ન જોઈએ. જાપ કરતી વખતે મંત્રોનો ઉચ્ચાર એવો હોવો જોઈએ કે ધ્વનિ જપ કરનારના કાન સુધી પહોંચે, આને વાચિક જાપ કહેવામાં આવે છે.

ઉપાંશુ જપ
મંત્ર જાપની આ વિધિમાં મંત્રોનો ધ્વનિ મુખથી બહાર નીકળતો નથી, પણ જાપ કરતી વખતે સાધકની જીભ અને હોઠ સતત હલતા રહે છે. ઉપાંશુ જાપમાં બીજા વ્યક્તિના જોતા સાધકના હોઠ હલતાતો જોઈ શકાય છે, પણ કોઈ શબ્દ સંભળાતો નથી.

માનસ જાપ
મન્ત્ર જાપની આ વિધિમાં જપકર્તાના હોઠ અને જીભ હલતાં નથી ફક્ત સાધક મનમાં ને મનમાં મંત્રનું મનન કરે છે. આ અવસ્થામાં જપકર્તાને જોઈને એ નથી જાણી શકાતુ કે તેઓ કોઈ મંત્ર જાપ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન