Dharmaj: Richest Village In India, One In Per Home Is An NRI
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં છે ભારતનું સૌથી અમીર ગામ, દરેક ઘરમાંથી એક વ્યક્તિ છે NRI

ગુજરાતમાં છે ભારતનું સૌથી અમીર ગામ, દરેક ઘરમાંથી એક વ્યક્તિ છે NRI

 | 12:03 am IST

ગુજરાતનાં આણંદનાં ધર્મજ ગામની તસવીરો જોઇને તમને થશે કે આ ગામ છે કે શહેર? આ ગામને ભારતનું સૌથી અમીર ગામ કહેવામાં આવે છે. અહીં તમને પાકા અને સાફ રસ્તાઓ જોવા મળશે. સાથે જ અહીં મેક્ડૉનાલ્ડ સહિત ઘણી મોટી રેસ્ટોરેન્ટ પણ જોવા મળશે. આ ગામની ખાસ વાત એ છે કે આ ગામને NRIનું ગામ પણ કહેવામાં આવે છે. અહીનાં દરેક ઘરનો ઓછામાં ઓછો એક વ્યક્તિ વિદેશમાં છે.

આ ગામનાં લોકો કહે છે કે ગામનાં હજારો લોકો કેનેડા, અમેરિકા, બ્રિટેન જેવા દેશોમાં મળી રહેશે. ધર્મજ ગામની સંખ્યા લગભગ 12 હજાર છે, પરંતુ અહીં તમને ડઝન કરતા વધારે પ્રાઇવેટ અને સરકારી બેંક જોવા મળશે. જો કે એવું નથી કે અહીં બેંક ખાલી રહે છે. અહીં લોકોનાં ખાતામાં કરોડો રૂપિયાની રકમ જમા મળશે.

એટલું જ નહીં આયુર્વેદિક હૉસ્પિટલ, સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, રેસિડેન્શલ સ્કૂલ વગેરે પણ તમને આ ગામમાં મળી રહેશે. સાથે સાથે સ્વિમિંગ પૂલવાળા આલિશાન ઘર પણ તમને અહીં જોવા મળશે. ધર્મજ ગામમાં પાટીદાર સમાજનાં લોકો સૌથી વધારે રહે છે.

આ ઉપરાંત બ્રહ્માણ, દલિત અને વાણીયા સમાજનાં લોકો પણ અહીં રહે છે. અહીંની સૌથી ખાસ વાત એ છે કે વિદેશમાં રહેતા લોકો પોતાના ગામનાં વિકાસ માટે પૈસા મોકલે છે. આ ગામમાં દર વર્ષે 12 જાન્યુઆરીનાં રોજ ધર્મજ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દુનિયાભરમાંથી ધર્મજ ગામનાં લોકો ધર્મજ ડે મનાવવા અહીં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.