Dharmendra Farming In His Farm Shared Video
  • Home
  • Featured
  • 83 વર્ષનાં ધર્મેન્દ્રને છે આ જોરદાર નશો, વિડીયો શેર કરીને આપી સલાહ કે…

83 વર્ષનાં ધર્મેન્દ્રને છે આ જોરદાર નશો, વિડીયો શેર કરીને આપી સલાહ કે…

 | 12:59 pm IST

બોલીવુડનાં ‘હી-મૈન’ અને એક્શન હીરો ધર્મેન્દ્ર અત્યારે પોતાના ફાર્મ હાઉસમાં આરામની જિંદગી પસાર કરી રહ્યા છે. ધર્મેન્દ્ર 8 ડિસેમ્બરનાં રોજ 83 વર્ષનાં થયા છે, પરંતુ અત્યારે પણ તેઓ ફિટ છે અને પોતાના ખેતરોમાં મહેનત કરી રહ્યા છે. ધર્મેન્દ્ર લાંબા સમય પહેલા મુંબઈ આવ્યા હતા, પરંતુ પંજાબ અને તેની માટીની સુગંધ આજે પણ તેમનાં હ્રદયમાં છે. ધર્મેન્દ્ર પોતે જ ખેતી નથી કરી રહ્યા, પરંતુ બીજા લોકોને પણ આ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ધર્મેન્દ્રનો એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં ધર્મેન્દ્ર જણાવી રહ્યા છે કે તેઓ પોતાના ખેતરોમાં ડૂંગળી, મૂળા, દૂધી અને કોબીજ વાવી રહ્યા છે. ધર્મેન્દ્રએ આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસ પર ઉભા છે અને કહી રહ્યા છે કે, “ઑર્ગેનિક શાકભાજી ઉગાડી રહ્યો છું, કેટલી સુંદર ડૂંગળીઓ છે. કોબીજ વાવી રહ્યો છું, મૂળા વાવ્યા છે. મજા આવી રહી છે. મને ફિલ્મોનો તો નશો છે જ, પરંતુ ખેતીનો પણ ઘણો નશો છે. તમે પણ કરીને જુઓ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન