Dharmendra Post Video of Organic Farming on Social Media With his Working Man
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ધર્મેન્દ્ર ખેતરમાંથી લાવ્યા બે બાલ્ટી ટમાટર, પછી પોતાના ‘હીરો’થી કરાવી મુલાકાત

Video: ધર્મેન્દ્ર ખેતરમાંથી લાવ્યા બે બાલ્ટી ટમાટર, પછી પોતાના ‘હીરો’થી કરાવી મુલાકાત

 | 7:11 pm IST

બોલિવૂડના પાવરફુલ એક્ટરના નામથી ઓળખાતા દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર હાલ ખેતી કરવા પર વધુ ફોકસ આપી રહ્યા છે. તેઓ સતત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના ખેતરની શાકભાજીને લઈને વીડિયો અને તસવીરો પોસ્ટ કરતા રહે છે. જોકે તાજેતરમાં ફરી એક વીડિયો તેમને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જે ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ધર્મેન્દ્ર બે બાલ્ટી ભરીને ટમાટર તેમના ખેતરથી લઈ આવે છે અને પછી સાથે કામ કરનાર શખ્સ સાથે મુલાકાત કરાવે છે. ખેતરમાં તેમની સાથે કામ કરનાર વ્યક્તિને હીરો કહીને ધર્મેન્દ્રે લોકોના દીલ જીતી લીધા છે. ફેન્સ તેમના આ કામના વખાણ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ધર્મેન્દ્રે કહ્યું કે,‘હેલો દોસ્તો, ઓર્ગેનિક ટમાટર, આ મારો હીરો છે. સાથે કામ કરે છે.’તમને બતાવી દઈએ કે ધર્મેન્દ્ર ફિલ્મોથી દૂર રહીને હવે ખેતી અને ખેડૂતો પર વધુ ધ્યાન આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન