Shikhar Dhawan Gave Funny Answer About Virat's Favorite Song
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટનું ફેવરિટ ગીત કયું છે? શિખર ધવને આપ્યો એવો જવાબ કે અનુષ્કા ખડખડાટ હસી પડી

વિરાટનું ફેવરિટ ગીત કયું છે? શિખર ધવને આપ્યો એવો જવાબ કે અનુષ્કા ખડખડાટ હસી પડી

 | 8:38 pm IST

દિલ્લી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ ગુરૂવારનાં જવાહર લાલ નેહરૂ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતુ, જ્યાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયનું નામ નાણાં મંત્રી અરૂણ જેટલીનાં નામ પર રાખવામાં આવ્યું. આ દરમિયાન કોટલાનાં પેવેલિયનનું નામ વિરાટ કોહલી પેવેલિયન પણ રાખવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિરાટ કોહલીનાં ક્રિકેટ સફરને એનિમેશન દ્વારા દર્શાવવામાં આવી અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતોને જણાવવામાં આવી.

વિરાટને કેવા ગીતો પસંદ છે?

આ તક પર એન્કર મનીષ પૉલ વિરાટ કોહલીનાં મનપસંદ ગીતો વિશે જાણવા માટે રવિ શાસ્ત્રી પાસે પહોંચ્યો. શાસ્ત્રી કહે છે કે, “પાછળ શિખર બેઠો છે, તેને પુછો. જ્યારે આ બંને સાથે બેસે છે ત્યારે ગીતો જ ગાતા હોય છે.” મનીષ પૉલનાં પ્રશ્ન પર શિખર ધવને મજાક કરતા કહ્યું કે, “લગ્ન પહેલા કે લગ્ન પછી?” આના પર ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે. શિખર જણાવે છે કે, “જ્યારે અમે સાથે હોઇએ છીએ ત્યારે પંજાબી ગીતો ગાતા હોઇએ છીએ. ખાસ કરીને ગુરદાસ માનનાં. બીજા પણ ગીતો છે, જે જૂના પંજાબી ગાયકોનાં છે.”

ત્યારબાદ શિખરે એક ગીત ગાયુ, પરંતુ તે કોઇની સમજમાં આવ્યું નહીં. મનીષે કહ્યું કે, જે ગીતનું તેણે નામ લીધું તે તેણે ક્યારેય નથી સાંભળ્યું. જ્યારે મનીષ પ્રશ્ન કરે છે ત્યારે વિરાટ અને અનુષ્કાનું સંપૂર્ણ ધ્યાન શિખર ધવન પર જ હોય છે. આનો વિડીયો બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વિડીયો પણ જુઓ: તલોદમાં શરાફી મંડળીના ઉઠમણા મામલે જિલ્લા રજીસ્ટ્રારે મિલકત જપ્તીના આદેશ આપ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન