Dhirubhai Ambani looking picture Isha Ambani
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ધીરૂભાઈ અંબાણી માત્ર આનો ફોટો જોઇ દિવસની શરૂઆત કરતાં? પહેલી વખત થયો ખુલાસો!

ધીરૂભાઈ અંબાણી માત્ર આનો ફોટો જોઇ દિવસની શરૂઆત કરતાં? પહેલી વખત થયો ખુલાસો!

 | 1:46 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા બીજી કંપનીઓ કરતાં થોડીક અલગ હોય છે. એજીએમમાં શેરહોલ્ડર કંપની મેનેજમેન્ટથી રૂબરૂ થાય છે. આ મુલાકાતમાં કેટલાંક લોકો આકર પ્રશ્નો પૂછે તો કેટલાંક જૂની યાદો પણ વાગોળતા હોય છે. 5 જુલાઇ, 2018ના રોજ તાજી એજીએમમાં પણ એક શેરહોલ્ડરે કંપનીના સંસ્થાપક ધીરૂભાઇ અંબાણી અંગે દિલચસ્પ વાત કહી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એજીએમમાં સામેલ એક શેરહોલ્ડરે કહ્યું કે ધીરૂભાઈ અંબાણી પોતાના દિવસની શરૂઆત પૌત્રી ઇશાની તસવીર જોઇને જ કરતાં હતા. એ શેરહોલ્ડરે કહ્યું કે ધીરૂભાઈ અંબાણી ચા, નાસ્તા પહેલાં જ ઇસાની તસવીર જોઇ લેતા હતા. ત્યારથી અત્યાર સુધીમાં ઇશાએ લાંબુ અંતર કાપ્યું છે અને આજે પોતાના ભાઈની સાથે મળી જિયોને ઉભી કરી છે.

ધીરૂભાઈ અંબાણીનું નિધન 6 જુલાઇ 2002ના રોજ થયું હતું. ત્યારે ઇશા અંબાણી 11 વર્ષની હતી. ઇશાનો જન્મ 23 ઑક્ટોબર 1991ના રોજ થયો હતો. ઇશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલની બોર્ડ સભ્ય છે. તેણે બિઝનેસમાં યુવા સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો શ્રેય જાય છે.

ઇશાએ યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું. જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી પણ પ્રાપ્ત કરી લીધી.

ઇશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થવાના છે. આનંદ પિરામલ એન્ટરપ્રાઇઝના પ્રમુખ અજય પિરામલના પુત્ર છે. આનંદ અને ઇશા ઘણા સમયથી મિત્ર છે. આનંદે મહાબળેશ્વર મંદિરમાં ઇશાને પ્રપોઝ કર્યું અને ત્યારે ઇશાએ લગ્ન માટે હા પાડી હતી.