ઢિશૂમે પ્રથમ અઠવાડિયામાં ૩૭.૩૨ કરોડની કમાણી કરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઢિશૂમે પ્રથમ અઠવાડિયામાં ૩૭.૩૨ કરોડની કમાણી કરી

ઢિશૂમે પ્રથમ અઠવાડિયામાં ૩૭.૩૨ કરોડની કમાણી કરી

 | 4:19 am IST

બોલિવૂડ અભિનેતાઓ જોન અબ્રાહમ અને વરૂણ ધવવની ફિલ્મ ઢિશૂમને સારો પ્રતિસાદ મળી રહ્યો   છે અને તેણે પ્રથમ અઠવાડિયાના અંત સુધી ૩૭ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે ૧૧.૫ કરોડ, બીજા દિવસે ૧૨.૦૨ કરોડ. ત્રીજા દિવસે ૧૪.૨૫ કરોડના બોક્સ ઓફિસના કલેક્શન સાથે અત્યારસુધી કુલ ૩૭.૩૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. માર્કેટ એનાલિસ્ટે કહ્યું છે કે, આ ફિલ્મની કમાણી પર દેશના ઘણા ભાગોમાં વરસાદની અસર પણ વર્તાઈ છે નહીંતર તે રવિવાર સુધી તો વધારે કમાણી કરી શકી હોત. આ સાથે જ વર્ષ ૨૦૧૬માં વીકેન્ડમાં વધારે કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ઢિશૂમ છઠ્ઠા નંબરે આવી ગઈ છે. ઓપનિંગ વીકેન્ડમાં કમાણી મામલે નંબર વન સુલતાન(૧૮૦.૩૬ કરોડ), બીજા નંબરે હાઉસફૂલ(૫૩.૩૧ કરોડ), ત્રીજા નંબરે ફેન(૫૨.૩૫ કરોડ) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન