NIFTY 9,622.20 +34.15  |  SENSEX 31,198.00 +141.60  |  USD 64.3750 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની કેપ્ટનસીની છેલ્લી મેચ બાદ યુવીએ કર્યો વીડિયો શેર, જાણો શું કહ્યું ધોની-યુવીએ

ધોનીની કેપ્ટનસીની છેલ્લી મેચ બાદ યુવીએ કર્યો વીડિયો શેર, જાણો શું કહ્યું ધોની-યુવીએ

 | 6:07 pm IST

ભારત એ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ધોનીએ અંતિમ વખત કેપ્ટન્સી કરી હતી. જોકે, ધોની તેમની અંતિમ મેચમાં જીત અપાવી શક્યા નહતા. પરંતુ તેમની કેપ્ટનસી જોવા માટે વર્કિંગ ડે હોવા છતાં ઘણી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા.તે ઉપરાંત ધોનીની કેપ્ટનસીની છેલ્લી મેચ હોવાના કારણે બીસીસીઆઈએ મેચ લાઈવ કરવાની પણ સંમતિ આપી દીધી હતી.

યુવીએ કહ્યું જૂના ધોનીને ખુલ્લો મુકી દો

ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ બાદ યુવરાજે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આ બન્ને સ્ટાર્સે એક બીજાના ખભે હાથ મૂકીને વાતો કરી હતી. આ વીડિયોમાં બન્ને એક બીજાની પ્રશંસા કરી રહ્યાં છે, અને ઘણી મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં યુવરાજે લખ્યુ, “વેલડન એમએસ ધોની તમારી કેપ્ટન્સીમાં અમે 3 મેજર જીત અને 2 વર્લ્ડકપ જીત્યા છીએ, હવે જૂના ધોનીને ખુલ્લો મુકી દો.

આ વીડિયોની શરૂઆતમાં યુવરાજ ધોનીને કેપ્ટન્સીના રૂપમાં પોતાના સફર વિશે પૂછ્યું હતું. તેના જવાબમાં ધોની જણાવ્યું કે, ‘મારી સફર ઘણી સારી અને શાનદાર રહી. તમારા જેવા પ્લેયરનું સાથે હોવુ સારૂ રહ્યું, જેનાથી ઘણુ કામ આસાન થઇ ગયું. આગળ ધોનીએ કહ્યું, ‘મે મારા 10 વર્ષમાં ઘણી મજા કરી અને આશા છે કે આગળ પણ આ રીતે જ મજા માણતો રહીશ’

https://www.youtube.com/watch?v=dRVwqQ50gso

અમારો અત્યાર સુધીનો બેસ્ટ કેપ્ટન

ધોની પછી યુવરાજે કહ્યું કે, ‘આ અમારો અત્યાર સુધીનો બેસ્ટ કેપ્ટન છે, હું આ જ વાત તમને કહેવા માંગીશ. તમારી કેપ્ટન્સીમાં રમવાની ઘણી મજા આવી. આ દરમિયાન અને ત્રણ મોટી ચેમ્પિયનશિપ જીતી, અમે વર્લ્ડકપ જીત્યો અને આપણી ટીમ ટેસ્ટમાં નંબર વન પણ બની’. આગળ યુવી કંઇક બોલવા જતો હતો પરંતુ ધોનીએ વચ્ચે જ બોલતા કહ્યું કે, ‘તમારો પણ આભાર, મે બેસ્ટ સીટ પર રહેતા તમારી 6 સિક્સર જોઇ છે’

યુવીએ પૂછ્યું શું હવે તમે વધારે સિક્સ ફટકારશો

આ વીડિયોમાં આગળ યુવરાજ પૂછે છે, ‘હવે જ્યારે તમે કેપ્ટન નથી, તો શું તમે વધુ સિક્સર મારશો?’ જવાબમાં ધોનીએ કહ્યું, ‘જોઇએ છે, જો તે મારા એરિયામાં બોલ ફેકશે અને સારી સિચ્યુએશન રહી તો હું જરૂર સિક્સર ફટકારીશ’