ધોની પ્રથમ પસંદ પરંતુ પંત પણ વર્લ્ડ કપ ટીમની રેસમાં : એમએસકે પ્રસાદ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોની પ્રથમ પસંદ પરંતુ પંત પણ વર્લ્ડ કપ ટીમની રેસમાં : એમએસકે પ્રસાદ

ધોની પ્રથમ પસંદ પરંતુ પંત પણ વર્લ્ડ કપ ટીમની રેસમાં : એમએસકે પ્રસાદ

 | 1:19 am IST

। નવી દિલ્હી ।

આગામી ૩૧મી મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ પહેલાં ટીમની પસંદગીને લઈ વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. વર્લ્ડ કપ જીતવા માટે સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરવી ટીમ સિલેક્ટર્સ માટે મોટો પડકાર છે ત્યારે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સંકેત આપ્યા છે વિકેટકીપર તરીકે ધોની તેમની પ્રથમ પસંદ છે પરંતુ ઋષભ પંત પણ ટીમમાં સ્થાન મેળવવા માટે રેસમાં છે. વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોવાળી ટીમ જાહેર કરવાની અંતિમ તારીખ ૨૩ એપ્રિલ છે અને તે પહેલાં ભારતીય પસંદગીકારો દરેક ખેલાડી પર નજર રાખી રહ્યા છે.

ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. તેણે બે સદી ફટકારી હતી. એમએસકે પ્રસાદે કહ્યું કે, ધોની ટીમને ફરી એક વખત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને વર્લ્ડ કપને કારણે ટીમમાં તેની હાજરી જરૂરી છે. ધોની બાદ દિનેશ કાર્તિકે મિડલ ઓર્ડરમાં પોતાની જાતના સાબિત કર્યા બાદ છેલ્લા એક વર્ષમાં મળેલી તમામ તકમાં ઋષભ પંતે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. પંત મોટા શોટ્સ રમી શકે છે પરંતુ તેને હજુ થોડી પરિપક્વતા દર્શાવવાની જરૂરત છે.

એમએસકે પ્રસાદે વધુમાં કહ્યું કે, વિજય શંકરે પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન પ્રભાવી દેખાવ કર્યો હતો જેને કારણે તેના નામ પર પણ વિચાર કરવા પર મજબૂર કરી દીધા છે. કોહલીની ગેરહાજરીમાં વિજય શંકરે ત્રીજા સ્થાને બેટિંગ કરી હતી જ્યાં તેણે અંતિમ મેચમાં ૨૮ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. પ્રસાદે કહ્યું કે, ૨૦ ખેલાડીઓના પૂલમાં વિજય શંકર ચોથો ઓલરાઉન્ડર હશે જેમાંથી પસંદગીકારો અંતિમ-૧૫ ખેલાડીઓની પસંદગી કરશે.

પ્રસાદે સંકેત આપ્યા કે, વર્લ્ડ કપમાં અજિંક્ય રહાણેને ત્રીજા ઓપનર તરીકે સામેલ કરાઈ શકે છે. રહાણેએ ગત વર્ષે સાઉથ આફ્રિકા સામે પોતાની અંતિમ વન-ડે રમી હતી. તે પછી ભારતીય વન-ડે ટીમમાં સ્થાન બનાવી શક્યો નથી પરંતુ લિસ્ટ ક્રિકેટમાં રહાણેએ સારો દેખાવ કરતાં ૧૧ ઇનિંગમાં ૫૯૭ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન