IPL-2018 : રાજસ્થાન સામેની હાર પર 'કેપ્ટન કૂલ' બોલરો પર થયા ગુસ્સે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018 : રાજસ્થાન સામેની હાર પર ‘કેપ્ટન કૂલ’ બોલરો પર થયા ગુસ્સે

IPL-2018 : રાજસ્થાન સામેની હાર પર ‘કેપ્ટન કૂલ’ બોલરો પર થયા ગુસ્સે

 | 10:35 am IST

રાજસ્થાને શુક્રવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPLની એક મહત્વની મેચમાં ચેન્નાઈને ચાર વિકેટે હરાવી દીધુ. ચેન્નાઈએ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં ચાર વિકેટના નુકસાને 176 રન કર્યા હતાં. રાજસ્થાનની ટીમે એક બોલ બાકી હતો ત્યારે જ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધો. આ સાથે જ રાજસ્થાને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી છે. રાજસ્થાન માટે જોસ બટલરે 60 બોલમાં 95 રનની મહત્વની ઈનિંગનું યોગદાન આપ્યું. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતાં.

મેચમાં હાર મળ્યા બાદ કેપ્ટન કૂલ ધોનીએ પોતાના બોલરો પર ગુસ્સે થયો છે. ધોનીએ કહ્યું કે અમારે એક ખાસ એરિયામાં બોલિંગ કરવાની જરૂર હતી. બોલરોને યોગ્ય લેન્થમાં બોલિંગ કરવા માટે સમજાવવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. જેના કારણે અમે ઘણા રન આપ્યાં. 176 રનનો સ્કોર ખરાબ ન જ હતો પરંતુ બોલરોએ અમને હરાવી દીધા. અમારી સૌથી ઉત્તમ પ્લેઈંગ ઈલેવન મેદાનમાં હતી. અમે ક્વોલિફાય કરવા માંગીએ છીએ અને જીતવા માંગીએ છીએ.

ચેન્નાઇના 176 રનનો પીછો કરવા માટે ઉતરેલી રાજસ્થાનને સારી શરૂઆતની જરૂર હતી જે બટલરે યોગ્ય સમયે આપી. બટલર શરૂઆતથી જ આક્રમક રમી રહ્યો હતો. બટલર ઝડપથી રન બનાવી રહ્યાં હતો જ્યારે બીજા છેડા પર બેન સ્ટોક્સ સાથ આપવાની કોશિશમાં હતો. પરંતુ તે 11 રન પર આઉટ થયો, જ્યારે કેપ્ટન રહાણે પણ કંઇ ખાસ કરી ન શક્યો. ત્યારબાદ બટલર અને સંજૂ સેમસને રાજસ્થાનની ઈનિંગને સંભાળી. બંને ચેન્નાઈ માટે મુસીબત બની ગયા હતાં. સેમસને 21 અને સ્ટુઅર્ટ બિન્નીએ 17 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન કર્યા પરંતુ બ્રાવોએ તેને આઉટ કર્યો.

કૃષ્ણાપ્પા ગૌતમે 13 રન બનાવીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધુ. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને 12 રનની જરૂર હતી અને બટલર ક્રિસ પર હાજર હતો. બટલરે જરૂરી રન પાંચ બોલમાં હાસલ કરી લીધા અને રાજસ્થાનને મહત્વની જીત અપાવી.