Dhoni is like a cobra snake, hunting after waiting: Jones
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- ધોની કોબ્રા સાપ જેવો છે, રાહ જોયા બાદ હરીફનો શિકાર કરે છે

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- ધોની કોબ્રા સાપ જેવો છે, રાહ જોયા બાદ હરીફનો શિકાર કરે છે

 | 7:25 am IST

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સે જણાવ્યું હતું કે હું એમએસ ધોનીને ભારતના ઓલ-ટાઇમ પાંચ ક્રિકેટર્સમાં હંમેશાં સ્થાન આપીશ. જોન્સે ધોનીની કેપ્ટનશિપની ભરપૂર પ્રશંસા કરી હતી. આઇપીએલ ટી૨૦ લીગ શરૂ થાય તે પહેલાં જોન્સે જણાવ્યું હતું કે તેણે પોતાના સાથી ખેલાડીઓને શિસ્ત શીખવાડી છે જેના કારણે તેઓ બાયો-બબલમાં કેવી રીતે રહેવું તેના પાઠ શીખ્યા છે. તે શાંત સુકાની છે અને તેણે મેદાનમાં વધારે મહેનત કરી નથી અને ૧૪ મહિનાથી વધારે ક્રિકેટ પણ રમ્યો નથી.

જોન્સે જણાવ્યું હતું કે જ્યારે રણનીતિની વાત આવે છે ત્યારે ધોની રૂઢિવાદી બની જાય છે પરંતુ તે પોતાના હરીફને આસાનીથી આઉટ કરી શકે છે. તે મેદાનમાં હંમેશાં શાંત રહે છે અને સ્ટમ્પ પાછળથી પોતાના ખેલાડીઓને કોઇ પણ પ્રકારના દબાણ હેઠળ લાવ્યા વિના તેમની સાથે જ રહે છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ધોનીની કોબ્રા સાપ સાથે સરખામણી કરી છે. તેણે ઉમેર્યું હતું કે તે પોતાનો હરીફ ભૂલ કરે તેની રાહ જુવે છે અને પછીથી તેનો શિકાર કરે છે. તે કોબ્રાની જેમ રાહ જોઇને પછી બેટ્સમેને ભૂલ કરે કે તરત જ તેને આઉટ કરી દે છે. ધોનીએ ભારતીય ક્રિકેટ માટે શું કર્યું છે તે બાબતને લોકો વર્ષો સુધી યાદ રાખશે.

ધોનીને મેદાન ઉપર જોઈને આનંદ થયો : સેહવાગ 

વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે આઇપીએલની ૧૩મી સિઝન આ વખતે વિશેષ રહેશે કારણ કે ધોનીએ મેદાનમાં પુનરાગમન કર્યું છે. સેહવાગે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યા બાદ ધોની પ્રથમ વખત મેદાનમાં ઊતરશે જે ટી૨૦ લીગને વિશેષ બનાવશે. ધોનીને ફરીથી મેદાનમાં જોઇને સમર્થકો તથા વિશ્વભરના અનેક ખેલાડીઓે ઘણો આનંદ થશે. ક્રિકેટની રમત ભારતીય લોકોના જીવનનો એક હિસ્સો છે અને સમર્થકોને રમતના પુનરાગમન માટે ઘણી રાહ જોવી પડી છે. લોકડાઉનમાં મેં ઘણી જૂની વીડિયો નિહાળી હતી અને આ દરમિયાન મેં સમીક્ષા પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન