ધોનીએ કહ્યું, "ઝીવાને કારણે વ્યક્તિ તરીકે બદલાઇ ગયો", ફિટનેસને લઇને પણ ખોલ્યું રહસ્ય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીએ કહ્યું, “ઝીવાને કારણે વ્યક્તિ તરીકે બદલાઇ ગયો”, ફિટનેસને લઇને પણ ખોલ્યું રહસ્ય

ધોનીએ કહ્યું, “ઝીવાને કારણે વ્યક્તિ તરીકે બદલાઇ ગયો”, ફિટનેસને લઇને પણ ખોલ્યું રહસ્ય

 | 10:15 am IST

ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે તેને નથી ખબર કે પિતા બન્યા પછી ક્રિકેટર તરીકે તેનામાં કોઇ બદલાવ આવ્યો છે કે નહી, પરંતુ ઝીવાનાં જન્મ પછી એક માણસ તરીકે તે ઘણો બદલાઇ ગયો છે.

IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવનાર 37 વર્ષનાં આ દિગ્ગજે કહ્યું કે, “મને નથી ખબર કે આનાથી ક્રિકેટર તરીકે મારા શું બદલાવ આવ્યો, પરંતુ એક વ્યક્તિ તરીકે જરૂર બદલાવ આવ્યો છે. કેમ કે દીકરીઓ પિતાની ઘણી નજીક હોય છે. મારા કેસમાં સમસ્યા ત્યારે થઇ હતી જ્યારે ઝીવાનો જન્મ થયો હતો અને હું ત્યાં નહતો. હું વધારે સમય ક્રિકેટ રમતો હતો અને તે જ્યારે પણ ભૂલ કરતી તો તેને મારું નામ આપીને ડરાવવામાં આવતી હતી.”

ધોનીએ કહ્યું કે, “ઝીવા જ્યારે જમતી નહી ત્યારે તેને કહેવામાં આવતુ કે, પપ્પા આવી જશે જમી લે. તે કંઇપણ ભૂલ કરે તો તેને કહેવામાં આવતુ કે પપ્પા આવી જશે આવુ ના કર. આ કારણે એક રીતે તે મને જોઇને દૂર જતી રહેતી.” પોતાની દિનચર્યા વિશે ધોનીએ કહ્યું કે, “એકવાર ટૂર્નામેન્ટ(IPL) શરૂ થયા પછી હું જીમમાં નહતો જતો. મે હમણા રૉઇંગ કર્યું છે અને ચેન્નાઇમાં મારા રૂમમાં રૉઇંગ મશીન હતી. હું ઉઠતો હતો, મારા નાસ્તાનો ઑર્ડર આપતો અને નાસ્તો આવતા પહેલા હું રૉઇંગ શરૂ કરી દેતો.”