ધોની બનાવશે પોતાની બાયોપિકની સિક્વલ, ખોલશે ખેલાડીઓના રાઝ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ધોની બનાવશે પોતાની બાયોપિકની સિક્વલ, ખોલશે ખેલાડીઓના રાઝ

ધોની બનાવશે પોતાની બાયોપિકની સિક્વલ, ખોલશે ખેલાડીઓના રાઝ

 | 1:09 am IST

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. તેની સાથે એસ્પાયર એન્ટરટેનમેન્ટ નામની તેની ફિલ્મ પ્રોડક્શન કંપનીએ કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ પ્રોડક્શનની પહેલી ફિલ્મ એમ.એસ.ધોનીઃ ધ સ્ટિલર અનટોલ્ડ સ્ટોરી છે. ધોનીની બાયોપિકની પહેલી સીઝને બોક્સઓફિસ પર ૧૦૦ કરોડથી પણ વધુ કમાણી કરી હતી. ૨૦૧૬માં આવેલી ફિલ્મ એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન ઉપર સુશાંતસિંહ રાજપૂતે ધોનીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ રિલીઝ થતાં જ સિનેમાઘરોમાં જોવા માટે દર્શકોની ભીડ લાગી હતી. દરેક જણ ધોનીની જિંદગી વિશે તેમજ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં તેની સફર વિશે જાણવા માંગે છે. તેઓ જાણવા માંગે છે ધોનીએ વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર જેવા ક્રિકેટરોને કેમ ક્રિકેટમાંથી બહાર કર્યાં હતા. તેમજ આવી ઘણી વાતો છે કે ધોનીના ચાહકો જાણવા માંગે છે. આ ફિલ્મની સિક્વલને નીરજ પાંડે નિર્માણ કરશે. ધોની આ વખતે ફિલ્મની પૂરેપૂરી જવાબદારી પોતાના હાથમાં લેવા માંગે છે. ફિલ્મની વાર્તા પર કામ ચાલી રહ્યું છે અને તેનું શૂટિંગ નવા વર્ષમાં શરૂ કરવાની તૈયારી થઇ ચૂકી છે.