ધોની હતો મેદાન પર ત્યારે જ જીવાએ કરી ખાસ જીદ, જુઓ વિડીયો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોની હતો મેદાન પર ત્યારે જ જીવાએ કરી ખાસ જીદ, જુઓ વિડીયો

ધોની હતો મેદાન પર ત્યારે જ જીવાએ કરી ખાસ જીદ, જુઓ વિડીયો

 | 7:09 pm IST

IPL-11માં CSKની ટીમ માટે સતત ત્રીજી જીત ભલે ન મળી હોય પરંતુ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રશંસકોને ખુશ કરી દીધા. ધોની જ્યારે મેદાનમાં સિક્સ ફટકારતો હતો, તે સમયે તેની પુત્રી જીવા પણ સ્ટેડિયમમાં મેચ જોઈ રહી હતી અને જાણે એન્જોય કરી રહી હોય તેમ લાગી રહ્યું હતું. આમ તો ધોનીની ત્રણ વર્ષની પુત્રી જીવાના અગાઉ ઘણાં વિડીયો જોવા મળ્યા છે, પરંતુ આ વિડીયોમાં તે પોતાના પપ્પાને પોતાની પાસે બોલાવી ગળે લગાવવા માંગે છે.

જ્યારે ધોની મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જીવા પરિવાર સાથે મેચ જોઈ રહી હતી. આ સમયે તેણે પપ્પાને હગ કરવાની જીદ શરૂ કરી. એટલું જ નહીં જીવાનો વિડીયો બનાવતો વ્યક્તિએ કહ્યું કે, તે પપ્પાને લઈને આવે, તે તેને ગળે લગાવવા ઈચ્છે છે. જીવાએ ધોનીને બોલાવ્યો હતો પરંતુ તે સમયે ધોની મેદાનમાં હતો.

When Ziva wanted to give a hug to papa during the match

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીએ જીવાનો આ સુંદર વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તે આ પહેલા પણ જીવાના ઘણા વિડીયો પોસ્ટ કરતો રહે છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. તેમજ આ વિડીયોને પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.