INDvsAUS: ધોનીએ લીધો ખોટો રન ? વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંઘ ઘોની, ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં મહાનાયક તરીકે બહાર આવ્યા હતા. આ મેચમાં કપ્તાન વિરાટ અને ધોનીના શાનદાર પ્રદર્શનના વખાણ થઇ રહ્યા છે. ભારતે ઑસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં 6 વિકેટથી હરાવીને સિરીઝમાં 1-1થી બરાબરી કરી છે.
હાલ સોશ્યલ મીડિયા ઉપર પૂર્ન કપ્તાન ધોનીને લઇને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક ટ્વીટર યૂઝર દ્વારા પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ધોની રન લેવા દોડે છે પરંતુ તે રન પુરો કરતા નથી, એવું દેખાઇ રહ્યું છે.
ભારતની શાનદાર જીતને કારણે ચર્ચામાં આવેલા ધોની ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. આ વખતે તેમના શાનદાર પ્રદર્શને કારણે નહીં, પરંતુ સોશ્યલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઇને હાલ તેઓ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયો ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચનો છે.
Did anyone notice that dhoni actually didn’t complete the run here? pic.twitter.com/F9KjKiFILc
— neich (@neicho32) January 15, 2019
શું છે વીડિયોમાં ?
તો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકશો કે મહેન્દ્ર સિંઘ ધોની એક રન લેવા માટે દોડે છે અને તે રન પુરો કરતા નથી અને પરત ફરી જાય છે. જેના કારણે આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સાથે-સાથે મેચ દરમિયા અંપાયરની ભૂમિકાને લઇને પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આ મેચ દરમિયાન અંપાયરનું પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન નહીં હોવાનું સામે આવ્યું છે કારણકે આ રનને અંપાયર દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો નહોતો.
આ વીડિયો મેચની 45મી ઓવરનો છે. જ્યારે ધોની સ્પિનર નાથન લૉયનના લાસ્ટ બોલ પર એક રન લેવા દોડ્યા હતા, પરંતુ તેમણે આ રન પૂર્ણ કર્યો નહોતો