MS Dhoni's one suggestion helped Natarajan in bowling improvement
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની એક સલાહે બદલી દીધી નટરાજનની જિંદગી, IPL દરમિયાન આપ્યો હતો આ ‘મંત્ર’

ધોનીની એક સલાહે બદલી દીધી નટરાજનની જિંદગી, IPL દરમિયાન આપ્યો હતો આ ‘મંત્ર’

 | 7:25 pm IST
  • Share

ડાબોડી ફાસ્ટ બોલર ટી. નટરાજને પોતાની રમતમાં આવેલા સુધારાનો શ્રેય ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો છે. તેમણે કહ્યું ગત ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ધોનીએ સ્લો બાઉન્સર અને કટર નાંખવાની સલાહ આપી હતી, જેનાથી તેને પોતાની બોલિંગને વધારે ધારદાર કરવામાં મદદ મળી. આ કારણે તે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો. નટરાજન એક જ પ્રવાસમાં ત્રણેય ફૉર્મેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારો પહેલો ભારતીય બોલર છે.

સ્લો બાઉન્સર્સ અને કટર્સનો ઉપયોગ કરવા કહ્યું હતુ

ત્રીસ વર્ષના નટરાજને ગત આઈપીએલમાં ઝડપી બોલરોની વચ્ચે સૌથી વધારે 71 યૉર્કર ફેંક્યા હતા અને તે ધોની તેમજ ડિવિલિયર્સ જેવા મોટા ખેલાડીઓને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં નટરાજને કહ્યું કે, ધોની જેવા ખેલાડી સાથે ચર્ચા કરવી એ જ મોટી વાત છે. તેમણે મારી ફિટનેસ વિશે વાત કરી અને મારી હિંમત વધારી કે અનુભવની સાથે હું વધારે સારો થતો જઈશ. તેમણે મને સલાહ આપી કે સ્લો બાઉન્સર્સ, કટર્સનો ઉપયોગ કરો. આ મારા માટે ઉપયોગી રહ્યું.

ધોનીને નટરાજને કર્યો હતો આઉટ

ગત આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઝડપી બોલર નટરાજને ધોનીને આઉટ કર્યો હતો. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવાના કારણે તેને ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે રિઝર્વ ખેલાડી તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે તેને ટીમમાં રમવાની તક મળી. તેણે આ પ્રવાસ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું. ધોનીની વિકેટને યાદ કરતા નટરાજને કહ્યું કે, મેં બેટની પાસે બોલ ફેંક્યો અને તેમણે એક મોટો છગ્ગો ફટકાર્યો, 102 મીટરની આસપાસ. બીજા જ બોલર પર મેં તેમને આઉટ કર્યા (અને જશ્ન ના મનાવ્યો). હું ફક્ત આગળના બોલ વિશે વિચારી રહ્યો હતો.

આ વિડીયો પણ જુઓ: રાત્રિ કર્ફ્યુના નિર્ણયને દાહોદની જનતા નકારી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન