ધોનીની નવી ધૂનઃ હવે નહીં વિકેટકીપીંગ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની નવી ધૂનઃ હવે નહીં વિકેટકીપીંગ

ધોનીની નવી ધૂનઃ હવે નહીં વિકેટકીપીંગ

 | 11:23 am IST

 

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હેલીકોપ્ટર શોટ મારતા, ક્રિઝ પર ઝડપથી દોડતા અને વિકેટ પાછળ પ્રભાવશાળી વિકેટકિપીંગ કરતાં દેખાયા છે પરંતુ તેમને  સ્પિન બોલિંગ કરતાં અત્યાર સુધી નહીં જોયા હોય.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મુજબ ધોની સ્પિન બોલીંગ કરતાં દેખાઈ રહ્યા છે. ધોનીને આ રીતે જોઈ બધા જ અવાક્ થઈ ગયા છે. પાંચમી વન ડે અગાઉ ધોની સ્પિન બોલીંગ કરી રહ્યા છે. તેમણે બેટસેનોને સ્પિન બોલીંગમાં પ્રેક્ટિસ કરાવી છે. બીસીસીઆઈએ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે અક્ષર પટેલ અને એમએસ ધોની ટીમ ઈન્ડિયાને સ્પિન પ્રેક્ટિસ કરાવે છે.

વિકેટકીપર ધોનીએ વન ડેમાં એક વિકેટ પણ ઝડપી છે. તેમણે 2009માં વેસ્ટ ઈન્ડિઝના ટ્રેવિસ ડોવલિનને આઉટ કર્યા હતાં. આમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વન ડે હાર્યા પછી ટીમ ઈન્ડિયા પોર્ટ એલિઝાબેથમાં પાંચમી વન ડે જીતી લેવા એડીચોટીનું જોર લગાવી રહી છે.