Dhoom will make six films including Akshay Kumar's Suryavanshi, Prithviraj
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Akki Is Back : અક્ષય કુમારની સૂર્યવંશી, પૃથ્વરાજ સહિતની છ ફિલ્મો મચાવશે ધૂમ

Akki Is Back : અક્ષય કુમારની સૂર્યવંશી, પૃથ્વરાજ સહિતની છ ફિલ્મો મચાવશે ધૂમ

 | 10:39 am IST
  • Share

  • અક્ષય કુમારી 6 ફિલ્મો થશે રિલીઝ
  • સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાન્ડે રિલીઝ થશે
  • રક્ષાબંધન, અતરંગી રે અને રામસેતુ પણ થશે રિલીઝ

હવે સિનેમાઘરો ખુલી રહ્યા હોઇ ફિલ્મ જગત ઉત્સાહીત બન્યું છે. લાંબા સમયથી દર્શકો પણ થિએટરથી દૂર હતા. હવે ધીમે ધીમે બધુ રાબેતા મુજબ થવાનું છે. ત્યારે ખિલાડી અક્ષયકુમારે લોકોને વિનંતી કરી છે કે  ફિલ્મો રિલીઝ થતાં લોકોએ સિનેમાઘરોમાં જવાનું શરૂ કરી દેવું જાેઇએ. જેથી ફિલ્મ જગત ફરીથી બેઠુ થઇ શકે. મહારાષ્ટ્રમાં પણ થિયેટર્સને ફરીથી ખોલવાની છુટ અપાઇ ગઇ છે.

અક્ષયકુમારની સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાન્ડે, રક્ષાબંધન, અતરંગી રે અને રામસેતુ જેવી છ ફિલ્મો આવી રહી છે. જેમાંથી એકાદી ડિજીટલ પ્લેટફોર્મ પર અને બાકીની સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દોઢ વર્ષ આખી ઇન્ડસ્ટ્રી માટે કપરો સમય હતો. જોકે હવે મહારાષ્ટ્રમાં પણ થિયેટર્સ ફરીથી શરૂ થવાનાં હોવાથી બધા સકારાત્મક વિચારી રહ્યા છે. ફિલ્મ જગતને આશા છે કે દર્શકો ફરીથી અગાઉ જેટલો જ પ્રેમ આપશે.

દિવાળીમાં અક્ષય કુમાર લોકોને મનોરંજન માટે એક્શન થ્રિલર ફિલ્મ સૂર્યવંશી લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે. જેના પગલે લોકોની દિવાળી સુધારી દેશે. આ સિવાય પણ તે ફેમિલી, કોમેડી અને એક્શન થ્રિલર એમ વિવિધ પ્રકારની ફિલ્મો લઈને આવી રહ્યો છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો