Dhoraji Congress MLA Lalitl vasoya Car stranded in Underpass
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા કોંગી MLA લલિત વસોયાની કાર પાણીમાં ફસાઈ, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું

અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા કોંગી MLA લલિત વસોયાની કાર પાણીમાં ફસાઈ, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું

 | 8:22 pm IST
  • Share

સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી આકાશમાંથી આફત રૂપે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 16 ઈંચ વરસાદથી રાજકોટ જિલ્લો જળ બંબાકાર થઈ ગયો છે. એવામાં ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA)  લલિત વસોયા (Lalit Vasoya) અસરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા, જ્યાં ઉપલેટા નેશનલ હાઈવે પર આવેલા ગરનાળામાં તેમની કાર પાણીમાં ફસાઈ ગઈ હતી.

આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ (Lalit Vasoya) સંદેશ ન્યૂઝની ડિજિટલ ટીમ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તેઓ તેમની 6 જણાની ટીમ સાથે ભાયાવદરમાં અસરગ્રસ્તોની મુલાકાત લઈને ઉપલેટા તરફ પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ઉપલેટા નેશનલ હાઈવે પર આવેલા ગરનાળામાંથી પસાર થતા સમયે તેમની કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં ઉપલેટા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ તેમની કારને પાણીમાંથી બહાર ખેંચી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પગલે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલત કફોડી બની છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રૈયા રોડમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

આજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે અનેક ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન