આ રીતે પહેરો ધોતી સાડી, અને ચેન્જ કરો તમારો લુક - Sandesh
  • Home
  • Lifestyle
  • આ રીતે પહેરો ધોતી સાડી, અને ચેન્જ કરો તમારો લુક

આ રીતે પહેરો ધોતી સાડી, અને ચેન્જ કરો તમારો લુક

 | 3:12 pm IST

આજકાલ ધોતી સાડી પહેરવાનું ટ્રેન્ડ આવી ગયો છે. આમ, જો તમે પણ કોઇ પ્રસંગમાં બીજા બધા કરતા એકદમ અલગ અને સ્માર્ટ દેખાવવા ઇચ્છતા હોવ તો તમારી માટે ધોતી સાડી બેસ્ટ ઓપ્શન છે. જો તમે પણ ધોતી સાડી પહેરવાનુ વિચારતા હોવ તો આ ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થશે.

ધોતી સાડી પહેરવા માટે ટિપ્સ

  • ધોતી સાડી પહેરવા માટે હાઇટ લાંબી હોવી મસ્ટ છે. જો સોનમ જેવી હાઇટ ન હોય તો આ સાડી પર્હેયા બાદ લુક ખરેખર ગંગુબાઈ જેવો લાગશે.
  • ધોતી સાડી ટિપિકલ સ્ટાઇલને આપેલો એક મોડર્ન ટ્વિસ્ટ છે એટલે બોર્ડરવાળી પરંપરાગત સિલ્ક કે બનારસી સાડીઓમાં આ સ્ટાઇલ ન પહેરવી.
  • મોડર્ન જ્યોર્જેટ કે ઇટાલિયન ક્રેપની સાડીમાં આ સ્ટાઇલિશ લાગશે.
  • સાડી બને ત્યાં સુધી સિમ્પલ અને બ્લાઉઝ બની શકે એટલી સ્ટાઇલિશ પહેરો. સોનમની જેમ બેક-ઓપન અથવા ફુલ સ્લીવવાળું નેટનું બ્લાઉઝ ધોતી સાડી સાથે પહેરી શકાય.
  • પ્રોપર નવવારી નથી પહેરવાની એટલે છવારી રેગ્યુલર સાડીને નીચે ટાઇટ્સ અથવા પેન્ટ સાથે આ સ્ટાઇલમાં પહેરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન