Dhrangadhra: Two people died in an accident between Eco and Bike
  • Home
  • Zalawad
  • ધ્રાંગધ્રા: ઇકો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દલવાડી સમાજના બે આગેવાનનાં મોત

ધ્રાંગધ્રા: ઇકો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દલવાડી સમાજના બે આગેવાનનાં મોત

 | 6:44 pm IST

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપરના રામદેવપુર ગામ નજીક ઇકો કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી બાઇકને અડફેટમાં લીધું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે બાઈકસવાર બે વ્યક્તિનાં કરૃણ મોત નિપજ્યાં હતાં.આ ઘટનાની જાણ થતાં આવી પહોંચેલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતાં ઈકોના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકામાં તાજેતરમાં રાજસીતાપુર ,નવલગઢ તથા વસાડવા ચોકડી પાસે જીવલેણ અકસ્માત બાદ ગઈકાલે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપર આવેલા રામદેવપુર ગામ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં પુરઝડપે પસાર થઈ રહેલ ઇકો કાર નંબર જીજે-36 ટી 1904 ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી આગળ જતા મોટરસાઇકલ નંબર જીજે-13 પી 1493 ને અડફેટમાં લીધું હતું.પરીણામે બાઈક સવાર ધ્રાંગધ્રા નરસીહપરાના ઇશ્વર બુટાભાઇ મકવાણા અને હળવદના હરજી પ્રભુભાઇ હડીયલને ગંભીર ઈજા થવા પામી હતી. આ બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેઓનાં કરૃણ મોત નિપજ્યાં હતાં. આ ઘટનાને પગલે મૃતકોના પરીવારમાંં માતમ છવાઇ ગયો હતો.

આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલ પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન