ઘુળેટીએ જો ચઢી જાય ભાંગ તો કરો આ ઉપાય - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘુળેટીએ જો ચઢી જાય ભાંગ તો કરો આ ઉપાય

ઘુળેટીએ જો ચઢી જાય ભાંગ તો કરો આ ઉપાય

 | 9:38 am IST

ધુળેટીના તહેવારમાં લોકોને એકબીજા પર રંગ કરવાની ખૂબ જ મજા પડી જતી હોય છે. આ સાથે અનેક લોકો ભાંગ પીને પણ આ તહેવારને યાદગાર બનાવતા હોય છે. પણ તમને જણાવી દઇએ કે, ભાંગ મગજના તંતુઓ માટે હાનીકારક સાબિત થાય છે અને તે જો વધારે માત્રામાં લેવાઇ જાય તો વ્યક્તિ માનસિક સમતુલન ખોઈ બેસે છે. ત્યારે તેના ઉપાયો હાથ ધરવા ખૂબ જ જરૂરી બની જાય છે.

  • ભાંગનો નશો વધી જાય તો 30 ગ્રામ પાકેલી આંબલીને 250 ગ્રામ પાણીમાં પલાળી રાખવી. પછી તે પાણી ગાળી અને 30 ગ્રામ ગોળ મેળવીને આ પાણી પીવડાવવાથી ભાંગનો નશો ઉતરી જાય છે.
  • લીંબું ચુસવા આપો તથા તેનું શરબત પીવડાવો.
  • ભાંગના નશાથી બેહોશ થઈ ગયેલા લોકોને હુંફાળા સરસવના તેલના ટીપા કાનમાં નાખવાથી બેહોશી દૂર થાય છે.
  • ભાંગના નશામાં શેકેલા ચણા-દાળીયા ખવડાવવાથી પણ નશો ઉતરે છે.
  • છાસ, મીઠું કે તાજું દહીં આપવાથી પણ નશો ઉતરે છે.