ધુળેટી રમવાની પરંપરાઓમાં આવ્યા છે અનેક બદલાવ, જાણો તમે પણ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ધુળેટી રમવાની પરંપરાઓમાં આવ્યા છે અનેક બદલાવ, જાણો તમે પણ

ધુળેટી રમવાની પરંપરાઓમાં આવ્યા છે અનેક બદલાવ, જાણો તમે પણ

 | 12:19 pm IST

ફાગણ સુદ પૂનમના દિવસે આવતી હોળીનો તહેવાર માત્ર ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન પૂરતો જ રહ્યો નથી. સદીઓથી આ તહેવાર હિંદુસ્તાનના તમામ રાજ્યોમાં ઊજવાતો આવ્યો છે અને એ જે તે રાજ્યની પરંપરાગત પ્રણાલી મુજબ ઊજવાતો રહ્યો છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં હોળીના તહેવારનું વધુ મહત્વ એટલા માટે છે કે, હોળી પછીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસથી આ તમામ રાજ્યોમાં તેમના નવા વર્ષનો પ્રારંભ થાય છે અને તે પ્રારંભ શુભ હોવાથી એકબીજાના કપાળે ગુલાલનું તિલક કરવામાં આવે છે અને જાતજાતના રંગની બ્યોચ્છાર કરીને નવા વર્ષની વધામણી કરવામાં આવે છે. એ વધામણીને આપણે રંગોત્સવમાં ફેરવી દઈને હોળી-ધુળેટીના તહેવારને ઔર રંગીન બનાવી દીધો છે.

હોળીના મૂળની વાત કરીએ તો એ ધાર્મિક અને પુરાણી છે. અવધના રાજા હિરણ્યકશિપુની બહેન હોલિકાને ભગવાનનું એક વરદાન હતું કે તે મૃત્યુ પામી નહીં શકે. તેથી તેની ખ્વાહિશ રાજપાટ મેળવવાની હતી એટલે રાજા હિરણ્યકશિપુના સંતાનોને તે જીવતા રહેવા દેતી ન હતી. છેલ્લું એક સંતાન હતું તેનું નામ હતું પ્રહ્લાદ. આ પ્રહ્લાદને જીવતો સળગાવી દેવા હોલિકાએ લાકડાંની હોળી કરી અગ્નિ પ્રગટાવી અને પ્રહ્લાદને ખોળામાં લઈને બેઠી, કેમ કે તેને તો મૃત્યુનો ડર ન હતો, પરંતુ ભગવાને નૃસિંહ અવતાર ધર્યો અને અગ્નિની પ્રચંડ જ્વાળાઓમાંથી ઉગારી લીધો, પણ હોલિકા તો અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ. બસ….. એ દિવસથી અનિષ્ટ તત્વોના નાશની ઉજવણી માટે હોળીનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે અને હોળીના દિવસની સાંજે હોલીદહન બાદ બીજા દિવસે ધુળેટીનો રંગોત્સવ માણવામાં આવી રહ્યો છે.

જો કે આજકાલ ધુળેટીનો તહેવાર રંગોની રેલીમાં ભીંજાવાના બદલે કાદવ-કીચડથી તરબતર કરવાનો બની ગયો છે. કાચા રંગોની પિચકારીથી ભાભી દિયરને અને દિયર ભાભીને, ભાઈ મિત્રોને, બહેનો સકીઓને ભીંજવે એમ પેલા નાના ટાબરિયાં પણ નાનકડી પિચકારીમાં રંગ ભરી સરરર….. સરરર….. કરતાં રંગોની બ્યોચ્છાર કરે તેને બદલે હવે આખી આખી બાલ્ટી ભરીને પાણી એકબીજા પર ઢોળીને પૂરેપૂરા ભીંજવવાનો દોર શરૃ થયો છે, પણ બળજબરીપૂર્વક લાલ-કાળા રંગથી ચહેરાને રંગી નાખવો, કાળી મેસ ચોપડી દેવી, કાદવ કે કીચડ શરીર પર લગાડી દેવો એમ પાકા ઘાટ્ટા રંગથી આખાયે શરીરને એવું રંગબેરંગી કરી નાખવું કે મ્યુનિસિપાલિટી આજે એકાદ અડધા કલાકનું પાણી આપે છે તે પૂરું થઈ જાય તોયે શરીર પરથી રંગ જતો નથી. આ બળજબરી ઘટવાને બદલે વધી રહી છે.