હાર્દિક પંડ્યાની વિકેટ લેનાર રાબડાને જાહેરમાં ડુ પ્લેસિસે કર્યું કઈક આવું... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાની વિકેટ લેનાર રાબડાને જાહેરમાં ડુ પ્લેસિસે કર્યું કઈક આવું…

હાર્દિક પંડ્યાની વિકેટ લેનાર રાબડાને જાહેરમાં ડુ પ્લેસિસે કર્યું કઈક આવું…

 | 1:37 pm IST

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પહેલા ટેસ્ટ મેચમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટની ઇનિંગમાં ટીમ ઇન્ડિયાની 92 રન પર 7 વિકેટ પડી હતી પરંતુ પંડ્યાએ પોતાની શાનદાર ઇનિંગના કારણે ટીમને શરમજનક સ્થિતિ માંથી બહાર કાઢ્યા હતા. તેણે ભુવનેશ્વર કુમાર સાથે આઠમી વિકેટ માટે 99 રનની ભાગિદારી નોંધાવી હતી.

જ્યારે હાર્દિકે પોતાની અર્ધશતક પૂરી કરી હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સહિત સમગ્ર ટીમે ઉભા થઇને તાળીઓ પાડી હતી. પંડ્યાએ 46 બોલ પર 50 રન પૂરા કર્યાં હતાં અને એવું લાગી રહ્યું હતું કે હાર્દિક પોતાના કરિયરની બીજી સદી પણ પૂરી કરશે પરંતુ કૈગિસો રબાડાએ તેને 93 રનના અંગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી આ મોટી વિકેટ હતી. આથી આફ્રિકન કેપ્ટન ખુબ જ ખુશ થઇ ગયો હતો.

હાર્દિક પંડ્યાના આઉટ થવા પર સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ખુશીથી બોલર રબાડાના માથા પર કિસ કરી હતી. રબાડાએ જ્યારે હાર્દિકની વિકેટ લીધી ત્યારે ડુ પ્લેસીસ તેની પાસે ગયો હતો અને બોલરનું માથુ ચૂમ્યું હતું. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. પંડ્યા 9મી વિકેટના રૂપમાં 199 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. ભારતીય ટીમની પહેલી ઇનિંગ 209 રન પર પૂરી થઇ હતી.

ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં પંડ્યાનું ખુબ મહત્વનું યોગદાન રહ્યું હતું. આ ઉપરાંત અનુભવી ચેતેશ્વર પુજારાએ 26 અને ભુવનેશ્વર કુમારે 25 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાએ બીજા દિવસે 2 વિકેટ પર 65 રન બનાવ્યા હતાં. જ્યારે ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઇ ગઇ હતી. આફ્રિકા ટીમમેં હાલમાં 142 રનની લીડ મેળવી લીધી છે.