dia mirza actress birthday special unknown facts and personal life
  • Home
  • Featured
  • Photos: આ ખુબસુરત અભિનેત્રી પહેલા કરતી હતી સામાન્ય નોકરી, ફિલ્મોમાં કિસ્મત અજમાવતા મળી સફળતા

Photos: આ ખુબસુરત અભિનેત્રી પહેલા કરતી હતી સામાન્ય નોકરી, ફિલ્મોમાં કિસ્મત અજમાવતા મળી સફળતા

 | 10:15 am IST

દિયા મિર્જા ભલે બોલિવુડમાં વધારે કામ કરતી દેખાતી ન હોય. પણ જે જે ફિલ્મોમાં આવી તેની શાનદાર એક્ટીંગથી છવાઈ ગઈ છે. ફિલ્મમાં જેને પણ જુઓ તેની પ્રશંસા કરતુ રહે છે. દિયા મિર્જાનો આજે જન્મદિવસ છે. આજે આપણે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

દિયા મિર્જા 9 ડિસેમ્બર 1981માં જર્મન ગ્રાફિક ડિઝાઈનર ફેન્ક હૈડરીચના ઘરે જન્મી છે. તેની માતા દીપા બંગાળી હિન્દુ છે. ફક્ત 9 વર્ષની દિયાએ જ્યારે પિતાજીની છત્રછાયા ગુમાવી ત્યારે તેના પર જાણેકે આભ તુટી પડ્યુ.

સાવકા પિતાએ તેને સંભાળી. ખુબ ઓછા લોકો જાણે છે કે દિયાએ કરિયરની શરૂઆત મલ્ટી મીડિયા કંપનીના માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે કામ શરૂ કર્યુ હતુ. જાહેરાતથી ચમકેલી આ અભિનેત્રી લિફ્ટન ટી, ઈમામી જેવી જાહેરાતનો ચહેરો હતી અને તેની કામગીરી વખણાઈ હતી. પહેલા નોકરી અને પછી મોડલીંગના કારણે દિયા તેનો અભ્યાસ પૂર્ણ ન કરી શકી.

દિયા તેની ખુબસુરતીથી કેટલાયે એવોર્ડ જીતી ચુકી છે. વર્ષ 2000માં મિસ એશિયા પેસેફિક જીતવાની સાથે દિયા તેની ખુબસુરતી અને ચહેરા પર મધુરા સ્માઈલને કારણે મિસ ક્લોઝપ સ્માઈલનો એવોર્ડ મેળવી ચુકી છે. 2005માં દિયાએ ગ્રેટ વુમેન અચીવરનો એવોર્ડ જીત્યો હતો.

ફિલ્મો સિવાય દિયાને કુકિંગનો ખુબજ શોખ છે. દિયા એક સારી હોસ્ટ પણ છે અને કેટલાક ઐતિહાસિક ઇવેન્ટ હોસ્ટ કરી ચુકી છે. ફિલ્મોની વાત કરીએતો દિયા મિર્જા રહેના હે તેરે દિલમે, દીવાનાપન, તુમકો ન ભૂલ પાયેગે, તેઝાબ, પરિણીતા, દસ, ફિર હેરા ફેરી, લગે રહો મુન્નાભાઈ, હે બેબી, ક્રેઝી 4, સલામ મુંબઈ અને સંજૂ જેવી ફિલ્મોમાં તેનો જાદૂ વિખેરી ચુકી છે. સંજૂ ફિલ્મમાં દિયાએ માન્યતાનો રોલ નિભાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન