દિયા મિર્ઝાએ ખાસ અંદાજમાં આપી નવા વર્ષની શુભકામના, શેર કરી bold તસવીર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિયા મિર્ઝાએ ખાસ અંદાજમાં આપી નવા વર્ષની શુભકામના, શેર કરી bold તસવીર

દિયા મિર્ઝાએ ખાસ અંદાજમાં આપી નવા વર્ષની શુભકામના, શેર કરી bold તસવીર

 | 6:55 pm IST

ફિલ્મ રહેના હૈ તેરે દિલમેં થી પોતાની કારકિર્દી શરૂ કરનાર દિયા મિર્ઝા છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર છે. દિયા મિર્ઝા સામાજિક કાર્યો અને જાહેર કાર્યક્રમોમાં જોવા મળતી રહે છે. જો કે ઘણા સમય બાદ દિયા મિર્ઝા બોલ્ડ અવતારમાં કેમેરા સામે આવી છે. જી હાં દિયા મિર્ઝાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાંથી કેટલીક તસવીરો તેણે ટ્વિટર તેમજ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે અત્યંત સુંદર દેખાય રહી છે. દિયા મિર્ઝાના ચાહકોએ આ તસવીરોને ખૂબ વખાણી પણ છે.

દિયા મિર્ઝાએ આ તસવીર શેર કરી અને દર્શકોને હેપી ન્યુ યરની શુભેચ્છા પણ પાઠવી છે.  મહત્વપૂર્ણ છે કે દિયા મિર્ઝાએ તેનું નવું વર્ષ કેરાલા ખાતે ઉજવ્યું હતુ. તેણે આ તસવીરના કેપ્શનમાં નવા વર્ષ માટેનો ખાસ સંદેશ પણ આપ્યો છે.