dia mirza breaks down while speaking on climate emergency in jaipur
  • Home
  • Entertainment
  • Bollywood
  • દેશના સળગતા મુદ્દા પર વાત કરતાં કરતાં સ્ટેજ પર જ ચોધાર આંસુએ રડી પડી આ અભિનેત્રી!

દેશના સળગતા મુદ્દા પર વાત કરતાં કરતાં સ્ટેજ પર જ ચોધાર આંસુએ રડી પડી આ અભિનેત્રી!

 | 12:09 pm IST

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ચોધાર આંસુએ રડી રહી છે. હાલમાં જ દિયા મિર્ઝા જયપુરના લિટરેટર ફોસ્ટિવલમાં પહોંચી હતી. ત્યારે જલવાયુ પરિવર્તન પર વાત કરતાં કરતાં તેણે પોતાના પરનો કન્ટ્રોલ ગુમાવી દીધો અને ચોધાર આંસુએ રડી પડી. દિયા મિર્ઝાનો સ્ટેજ પર જ રડતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. દિયા મિર્ઝાનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે એમાં અભિનેત્રી દિવસે અને દિવસે બગડતાં જલવાયુની વાત કરી રહી છે. તેનું કહેવું છે કે, કોઈનું દુ:ખ-દર્દ સમજવામાં પાછળ ન હટો, પોતાના આંસુઓને વહેવાથી ના રોકો.

દિયા મિર્ઝાએ આગળ વાત કરી કે, તેને મહેસુસ કરો. બધી જ હદો સાથે મહેસુસ કરો એ સારુ છે. એ આપણી તાકાત છે. આ આપણે છીએ અને આ પરફોર્મન્સ નથી. ત્યારે જ દિયા મિર્ઝા માટે એક શખ્સ ટિશૂ પેપર લઈને આવે છે. ત્યારે અભિનેત્રી કહે છે આભાર. દિયાએ કહ્યું- ધન્યવાદ. મને પેપરની જરૂર નથી. આ વાત સાંભળીને ત્યા હાજર સૌ કોઈ દિયા માટે તાળીઓ પાડવાનું શરૂ કરી દે છે.

દિયા મિર્ઝાના આ વાયરલ વીડિયો પર લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિયા મિર્ઝા જલવાયુ પરિવર્તન કાર્યકર્તા છે અને આ અભિનેત્રી અવાર નવાર પ્રદુષણ અને વાતાવરણને લઈ પોતાના વિચાર સોશિયલ મીડિયામાં પ્રકાશિત કરતી રહે છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં આરે જંગલ કાપવામાં આવ્યા ત્યારે દિયાએ ખુલીને વિરોધ કર્યો હતો. આ વખતે તેણે પ્રદર્શન પણ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: નર્મદામાં જંગલ સફારી પાર્કમાં ઝીબ્રાનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન